જેમ આપણને ગણિતશાસ્ત્રી બનવા માટે ગણિતના નિયમોની જાણ હોવી જરૂરી છે, તેવી જ રીતે ધનવાન થવા માટે પણ ચોક્કસ નિયમો સમજવાની જરૂર છે.
હકીકતમાં, ધનવાન થવું તેટલું અઘરું નથી, જેટલું સામાન્ય રીતે મનવામાં આવે છે. તમારી પરિસ્થિતિ કદાચ વૉલ્ટ ડિઝની કરતા તો સારી જ હશે, જેમની પાસે પોતાના ફાટેલા ચંપલ સીવડાવવાના પૈસા નહોતા. અથવા તમે ધીરુભાઈ અંબાણીની જેમ પેટ્રોલ પંપ પર પેટ્રોલ તો ન ભરી રહ્યું હશો. તમારે એન્ડ્રુ કાર્નેગી જેવી કાળી મજૂરી પણ ન કરી હશે. आपकी स्थिति કાંઈ હરલેન સેન્ડર્સ કરતા તો ખરાબ નહીં જ હોય જેઓ 60 વર્ષની ઉંમરે પણ ફક્કડ હતા.
તોય, આ તમામ લોકોમાં એક વાત સામાન્ય હતી. તેમણે ધનવાન થવાના પાંચ અવિસ્મરણીય નિયમો અનુસરીને સફળતાના શિખર સુધી પહોંચ્યા.
સામાન્ય પરિસ્થિતિમાં આ લોકોની સફળતા અને ધનવાન થવાનો કૌશલ્યના પાયાનો રહસ્ય શું છે? તેમની કોઠાસૂઝ અને દ્રઢતાથી તેઓ કેવી રીતે તેમના અવરોધોને પાર કરી શક્યા? આ દરેક સુવર્ણ નિયમો, જેના પગલે આ મહાન લોકો ધનવાન બન્યા, આ પુસ્તકમાં વિગતે રજૂ કરવામાં આવ્યા છે.
અહીં આ મહાન લોકો વિશે વાત કરવામાં આવી છે:
- ધીરુભાઈ અંબાણી
- બિલ ગેટ્સ
- વૉરેન બફેટ
- માઇકલ ડેલ
- જૅફ બેજોસ
- જે. કે. રોલિંગ
- રિચર્ડ બ્રાન્સન
- સુભાષ ચંદ્રા
- લક્ષ્મી મિત્તલ
- અઝીમ પ્રેમજી
- સ્ટીવ જૉબ્સ
- રૂપર્ટ મરડોક
- મૅરી કે એશ
- ટેડ ટર્નર
- એસ્ટી લોડર
- સેમ વૉલ્ટન
- સુનીલ ભારતી મિત્તલ
- ફ્રેડ સ્મિથ
- કરસનભાઈ પટેલ
- હેનરી ફૉર્ડ
- નારાયણ મૂર્તિ
- રે ક્રૉક
- વૉલ્ટ ડિઝની
- કિરણ મજુમદાર શો
- એન્ડ્રયૂ કાર્નેગી
- ડૉનાલ્ડ ટ્રમ્પ
- સબીર ભાટિયા
આ પુસ્તક તમને એ પાંચ નિયમો શીખવાડશે જે આ મહાન લોકોની જેમ તમને પણ ધનવાન બનવામાં મદદરૂપ થશે.
Reviews
There are no reviews yet.