મહાત્મા ગાંધી, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, લિયોનાર્ડો દ વિન્ચી, અથવા સ્ટીવ જૉબ્સ – આ તમામ મહાન દિમાગો દ્વારા તેમના ક્રાંતિકારી વિચારોના આધાર પર દુનિયામાં અહેમ અને ગાઢ પરિવર્તનો લાવવાનું સફળતાપૂર્વક કામ કર્યું. આજની દુનિયામાં, એ જ શ્રેણીમાં જે નામ ઉભરે છે, તે છે ઇલોન મસ્ક – એક વિઝનરી જે માનવજાતના ભવિષ્યને અનોખા અને ફેન્ટાસ્ટિક દિશામાં લઇ જવા માટે જાણીતો છે.
તેમના “અશક્ય” માનવામાં આવતા વિચારોને સાકાર રૂપ આપીને, ઇલોન મસ્કે Tesla, SpaceX, SolarCity, અને PayPal જેવી ક્રાંતિકારી કંપનીઓની સ્થાપના કરીને દુનિયાને એક નવી દિશા આપી છે.
આ જીવનચરિત્રમાં, લેખકે ઇલોન સાથે સાથે તેના અનેક સ્નેહી, મિત્રો, કર્મચારીઓ અને હરીફોના ઈન્ટરવ્યુ લીધાં છે, જેનો આધાર લઈને આ વિશાળ દ્રષ્ટિવાળા વ્યકિતના જીવનની વિગતવાર ઝલક આપે છે. આ પુસ્તક વાંચીને તમે શીખી શકશો કે:
- જીવનની સૌથી કઠિન પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો?
- ધ્યેયને કેન્દ્રમાં રાખીને ધીરજપૂર્વક અને યોગ્ય આયોજનથી આગળ વધવું.
- વિરોધીઓને હંફાવીને સફળતાનું રાજ મારવું.
- અને જો તમે ‘કશુંક કરી છૂટવાની’ તીવ્ર ઇચ્છા ધરાવો તો કેવી રીતે વિરાટ સપનાંઓને વાસ્તવિકતામાં ફેરવી શકો.
Reviews
There are no reviews yet.