આજે વિવિધ મૅનેજમૅન્ટ અને નેતૃત્વની રીતોને ઐતિહાસિક અને પૌરાણિક વ્યક્તિઓ સાથે સરખાવવાનું ચલણ બની ગયું છે. એ સમયે આપણાં મનમાં ચટ્ટીલા ધ હૂન, વીની ધ પૂહ, મુલ્લા નસરૂદ્દીન, કન્ફ્યુસિયસ, જીસસ ક્રાઇસ્ટ જેવા પાત્રો અને ઝેન, તાઓ, કબ્બલ્લાહ, બાઇબલ, ભગવદ્ગીતા, સૂફીઝમ જેવા ધાર્મિક ગ્રંથો તાજા થાય છે. પરંતુ, બીરબલની આ કથાઓમાં જે મૅનેજમૅન્ટનું તર્કસંગત બોધ અને સમસ્યાઓને ઉકેલવાના નિયમો રજૂ કરાયાં છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
દરેક કથાના અંતે એક મૅનેજમૅન્ટ મંત્ર આપવામાં આવ્યો છે, જે સમગ્ર કથાનો સાર છે. આ મંત્ર બીરબલને એડવર્ડ દ બોનોની સમકક્ષ સ્થાન આપે છે. બધી જ કથાઓને બે વિભાગમાં વહેંચવામાં આવી છે – પહેલા વિભાગમાં સમસ્યાનું વર્ણન છે અને બીજા વિભાગમાં બીરબલના શાણપણભર્યા ઉકેલને રજૂ કરાયા છે.
વાચકોને વિનંતી છે કે બીરબલના ઉકેલને વાંચતા પહેલાં, તમે પણ તમારી રીતે સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરશો. કદાચ તમે એક-બે ઉકેલ શોધી કાઢી શકો. તે પછી બીરબલનો ઉકેલ વાંચશો, આ રીતે તમારી રચનાત્મકતા નેકેચ બની શકશે.
Reviews
There are no reviews yet.