સમયની આરપાર – સુધા મૂર્તિ
- અર્જુનનાં કેટલાં નામો હતા?
- યમને શા માટે શ્રાપ મળ્યો?
- નાનકડી ખિસકોલીએ ધર્મરાજા યુધિષ્ઠિરને કયો પાઠ શીખવ્યો?
- કુરુક્ષેત્રના યુદ્ધમાં એવું શું હતું કે દેવતાઓને પણ કોઈ એક પક્ષ પસંદ કરવો પડ્યો?
આ પુસ્તકમાં એવી ઘણી ઓછી જાણીતી કથાઓ છે જે શાશ્વત સત્યોને ઉજાગર કરે છે, જે સમયની અંદર અને બહાર સ્થિત છે. આ કથાઓમાં યુદ્ધ પૂર્વની, યુદ્ધ દરમ્યાનની અને યુદ્ધ પછીની સ્થિતિઓનું દર્પણ છે. સુધા મૂર્તિએ પોતાની અનોખી દૃષ્ટિ અને વિશેષ નજરથી આ કથાઓને નવા રૂપમાં ભેટ આપી છે. મહાભારતની આ અજાણી કથાઓ જીવનમાં નવી દૃષ્ટિ પ્રદાન કરે છે અને અનેક પ્રશ્નોના સરળ ઉકેલ પ્રદાન કરે છે.
લેખિકા વિશે…
સુધા મૂર્તિનો જન્મ 1950માં કર્ણાટકના શીગાંવમાં થયો હતો. તેમણે કૉમ્પ્યુટર વિજ્ઞાનમાં M.Tech. કર્યું છે. તેઓએ ઇંગ્લિશ અને કન્નડ ભાષામાં અનેક રચનાઓ કરી છે, જેમ કે નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, પ્રવાસ વર્ણન, સત્યકથાઓ, બાળસાહિત્ય અને ટેકનિકલ પુસ્તકો. તેમના પુસ્તકોના ભાષાંતરો ભારતની દરેક મુખ્ય ભાષાઓમાં થયા છે. સુધાબહેનને આર.કે. નારાયણ ઍવોર્ડ અને 2006માં પદ્મશ્રી મીલ્યો છે. 2011માં, કર્ણાટક સરકારે તેમને અદ્વિમબ્બે ઍવોર્ડથી નવાજ્યા. ગુજરાતીમાં તેમનાં પુસ્તકો લોકોમાં અત્યંત લોકપ્રિય બન્યા છે, અને તેમના વિચારો અનેકને નવી દિશા દર્શાવવામાં સહાયક બન્યા છે.
Reviews
There are no reviews yet.