આપણા દેશમાં જ આવેલી આ જગ્યા પર આપણને જ એન્ટ્રી નથી આપતા

Join Telegram Channel (20 Free Redeem Codes)
Join Now
Join Whatsapp Channel (20 Free Redeem Codes)
Join Now

તમે ભારતીય હોવ કે ન હોવ, આજનો આ લેખ તમને બધાને લાગુ પડે છે ! એક ભારતિય તરીકે આપણે હવે તો ‘બેન’ એટલે કે પ્રતિબંધ નામની ટર્મને તો સારી રીતે સમજીજ ગયા હોઈશું. પણ શું તમને એ ખબર છે કે આપણા જ દેશમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં આપણને જ પ્રવેશ આપવામાં નથી આવતો ? એક ભારતીય પાસપોર્ટ, એક વોટર આઇડી કાર્ડ કે પછી આધાર કાર્ડ પણ તમને અહીં પ્રવેશવામાં મદદરૂપ નહીં થઈ શકે, કારણ કે, તમારો અહીં પ્રવેશ નિષેધ છે. અહીં માત્ર વિદેશીઓને જ પ્રવેશવા દેવામાં આવે છે !

1. ઉનો-ઇન હોટેલ, બેન્ગલુરુ

આ હોટેલ નીપ્પોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા 2012માં ખોલવામાં આવી હતી. આ હોટેલ બાંધવાનો ઉદ્દેશ શહેરમાં વધતી કોર્પોરેટ જાપાનીઝ વસ્તીની જરૂરિયાતોને પોષવાનો હતો. આ હોટેલ 2014માં લાઇમ લાઇટમા ત્યારે આવી જ્યારે તેની ધાબા પરની રેસ્ટોરન્ટમાં ભારતીય લોકોને નહીં પ્રવેશવા દેવાના અસંખ્ય પ્રસંગો બનવા લાગ્યા. ત્યાર બાદ થોડાં જ દિવસોમાં વંશિય ભેદભાવના આધારે ગ્રેટર બેંગલોર સિટી કોર્પોરેશન દ્વારા તેને બંધ કરી દેવામાં આવી.

2. ફ્રી કસોલ કાફે, કસોલ

કસોલના કુદરતી સૌંદર્યો, અનોખી ખીણો માટે પ્રવાસીઓ માટે તે આકર્ષણની જગ્યા છે. આ જગ્યા ઇઝરાયેલ વાસીઓનું પણ પ્રિય સ્થળ છે કારણ કે અહીંનું ઇઝરાયેલી ક્યૂઝિન પ્રખ્યાત છે. ફ્રી કસોલ કાફેમાં માત્ર વિદેશી પાસપોર્ટ ધરાવતા લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે અને તેમને ભારતીય લોકોને સેવા આપવામાં કોઈ જ રસ નથી.
જો કે એક સ્ત્રી જર્નાલિસ્ટને ત્યાં નહીં પ્રવેશવા દેવામાં આવતા તેમજ ભારતીયોને સેવા નહીં આપવા બાબતે આ કાફેની ઘણી સમીક્ષા કરવામાં આવી. જો કે તેના માલિકે આ બધી જ અફવાઓને રદિયો આપ્યો હતો, જો કે ફ્રી કસોલ કાફે વિષે ઉડેલી વાતો આજે પણ તેટલી જ મુંઝવણભરી છે.

3. “ફોરેનર્સ ઓન્લી બિચીઝ”, ગોઆ

આપણે બધા જાણીએ છીએ તેમ ગોઆ પોતાના શાંત-ચિત્ત તેમજ મુક્ત વાતાવરણ માટે જાણીતું છે. અહીં કેટલાક એવા લોકો છે જે પોતાના અંગત સમુદ્રકાંઠાઓની માલિકી ધરાવે છે અને તે લોકો માત્ર વિદેશીઓને જ ત્યાં પ્રવેશ આપે છે. તેમનો એવો આરોપ છે કે ભારતીયો બિકિનીમાં ફરતી વિદેશી સ્ત્રીઓને તાકી રહે છે અને તે કારણસર તેઓ પોતાની જાતને અસહજ અનુભવે છે ! હવે આવી બાબતમાં તો આપણે કેવી રીતે દલીલ કરી શકીએ !

4. ‘લોજ’, ચેન્નેઈ

u‘હાઇલેન્ડ્સ’નામના તખ્ખલુસથી જાણીતી આ લોજ જો કે પોતાનું નામ ક્યારેય જાહેર કરવા માગતી નથી. આ સ્થળ એક ભૂતપૂર્વ નવાબનું ઘર છે, અને આ લોજમાં પણ માત્ર વિદેશી પાસપોર્ટ ધરાવતા લોકોને જ સેવા આપવામાં આવે છે.
5. “ફોરેનર્સ ઓન્લી” બીચીઝ, પોન્ડીચેરી

ભારતમાં ગોઆ બાદ, પોન્ડીચેરીના રળિયામણા સમુદ્ર કાંઠાઓ ખુબ જ પ્રખ્યાત છે. તે એટલા સૌંદર્યવાન છે કે તેમાંના કેટલાકને તો માત્ર વિદેશીઓ માટે જ રિઝર્વ રાખવામાં આવ્યા છે. તેમાંના કેટલાક પર તો જાણે “ઓન્લી ફોર ફોરેનર્સ”નો થપ્પો જ મારી દેવામાં આવ્યો છે.

6. સકુરા ર્યોકાન રેસ્ટોરન્ટ, અમદાવાદ

ખ્યાલ નહોતો કે અમદાવાદમાં પણ આવી કોઈ જગ્યા હશે. આ એક ખુબ જ લો પ્રોફાઈલ જગ્યા છે અને તેમાં માત્ર જાપાનીઝ લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે. જો કે તમને એ જાણીને અતિ આશ્ચર્ય થશે કે તેનો માલિક એક ભારતીય છે !

હવે આ બધી જગ્યાઓ કે જ્યાં ભારતીયોને પ્રવેશવા દેવામાં નથી આવતા તે ખરેખર આપણા મનમાં ત્યાં જવાની ઉત્તેજના જગાવી રહી છે.

Leave a Comment