આજ એક સરસ મજા નો ટોપીક મળી ગયો. મારે ધોરણ 12 માં 88% ( વર્ષ 2007) આવ્યા . બોર્ડ માં નંબર આવ્યો. છાપાંમાં ફોટો આવ્યો .આર્ટિકલ છાપામાં આવ્યું. ત્યારે અને અત્યારે ઘણા વિદ્યાર્થીઓ અને માતા – પિતા સમાન વડીલો મને પૂછતાં હોય કે અભ્યાસમાં સારા ટકા કેમ લઈ આવવા ? આજ આટલા વર્ષો પછી આનો જવાબ લખી રહ્યો છું.
સફળતા રાતોરાત દેખાય છે પણ મળતી નથી.આજ વાક્ય માં 99% કેમ લઇ આવવા એનો જવાબ છે. બોર્ડનું પરિણામ આવે ને દેખાય કે આને આટલા ટકા આવ્યા કે બહુ સરસ પરિણામ આવ્યું.પણ એની પાછળ ઘણી રાતો છુપાયેલી હોય છે. આ રાતો પણ કેવી કે શંકર મનાવવા બેઠેલા એક તપસ્વી જેવી.
પરીક્ષામાં ૯૯% કેવી રીતે લાવવા??
તો મિત્રો વધુ બીજી વાત નઈ કરતા મૂળ વાત પર આવીયે અને નીચે લખેલા મુદ્દાઓ અને વાતો સારામાં સારા ટકા લાવવામાં મદદરૂપ થશે.
સમય નું આયોજન/ નીયમીત ટાઈમટેબલ
વિદ્યાર્થી મિત્રો જો તમે નક્કી જ કરી લીધું છે કે સારા ટકા લઇ આવવા છે તો તમારે તમારી
દિનચર્યાનું ટાઈમટેબલ બનાવવું જ રહ્યું . સવારે ઉઠવાથી માંડીને રાતે સુવા સુધીમાં તમે ક્યુ કામ ક્યારે કરશો અને કેટલું વાંચન કરશો એ પણ નકી કરી લેવું હિતાવહ છે.બિનજરૂરી કામમાં ટાઈમ બગાડશો નહીં.
કેટલું વાંચન કરવું ?
આ ખુબ જ અગત્યની વાત છે. ઘણા વિદ્યાર્થી નવરાશ મળે એટલે વાંચન કરે જે સાચું નથી.તો ઘણા મિત્રો આખરી રાત વાંચન કરે જે પણ ઠીક નથી. સામાન્ય નિયમ મુજબ એક વિષય માટે એક કલાક ફાળવવી જોઈ. 10 માં ધોરણમાં 7 વિષય તો 7 કલાકનું અને 8 વિષય તો 8 કલાકનું વાંચન કરવું. પણ આ વાંચન હેલ્ધી હોય એ જરૂરી છે. વાંચન કરવાનું શક્ય હોય તો સવારે વહેલું રાખો. વાંચન માટે લખું તો આખી બુક ભરાઈ પણ અત્યારે આટલું પૂરતું છે.મારી પછીની પોસ્ટ વિદ્યાર્થીનાં વાંચન પર જ હશે.
બિનજરૂરી સમય ન બગાડો
ઘણા વિદ્યાર્થી મિત્રો ટીવી સિનેમા પાછળ બિનજરૂરી સમય બગાડતા હોય છે. ખાસ કરીને અભ્યાસ દરમિયાન આવા કાર્યક્રમ પાછળ સમય ન બગાડવો જોઈ . કોઈ જગ્યા પર બેસીને ગપ્પા મારવાનું ટાળવું જોઈ. ફક્ત ધ્યાન અભ્યાસ લક્ષી જ હોવું જોઈ. એ પણ વાંચન લેખન અને અભ્યાસનો મહાવરો. ઘરે સમયસર પહોંચી વાંચન કરવું જોઈ.
ખરાબ મિત્રો ની સંગત ટાળો
ઘણા મિત્રો એવા હોય કે તમારૂં વાંચન લેખન ચાલુ હોય ત્યારે બિનજરૂરી ફોન કરે.ગપ્પા મારવા આવે. ફિલ્મ જોવા લઈ જાય અને કહે કે ભણવાથી કોનાં ઘર મોટા થયા છે ? આવા મિત્રો થી દૂર રહેવું ફાયદાકારક છે. આવા મિત્રો નઈ ભણે કે તમને નઈ ભણવા દે. મિત્રો હોવા જોઈ પણ કારકિર્દીના ભોગે નઈ. Friend is Shadow of life but they should good.
લેખન (practise)
વાંચન સાથે લેખન પણ જરૂરી છે.તમને માર્ક્સ મળવાના છે ત્રણ કલાક લખેલા પેપરને આધારે . તમને જો બધું જ આવડતું હશે પણ લેખનનો મહાવરો નહિ હોય તો સારા ટકા કે સારા માર્ક્સ નઈ જ આવે. વર્ષ ની શરૂઆતથી જ લખવાનું રાખો. દરરોજ એક પેપર લખવાની પ્રેક્ટિસ કરો. પરીક્ષા ને એક મહિનાની વાર હોય ત્યારે 2 પેપરની પ્રેક્ટિસ કરવી જોઈ. પેપર લખતા હોય ત્યારે ઉભા થવાનું તાળો.
પેપર સ્ટાઇલ
મારી દ્રષ્ટિએ આ ખુબ જ અગત્ય નો મુદ્દો છે. આ પેપર સ્ટાઇલ જ તમને સારા માર્ક્સ અપાવશે. પુત્રના લક્ષણ પારણામાંથી એમ સારા માર્ક્સના લક્ષણ સારી પેપર સ્ટાઈલ માંથી જ. તમારો ઉત્તર માર્ક્સ મુજબ હોવો જોઈએ . માર્ક્સ મુજબ બહુ નાનો નહિ કે બહુ મોટો નહિ. વળી ઉત્તર પણ મુદ્દાસર લખવા જોઈ. શક્ય હોય તો મુદ્દા લખવા માટે અલગ પેનનો ઉપયોગ કરવો. મારે ધોરણ 12 માં અર્થશાસ્ત્ર વિષયમાં 98 માર્ક્સ આવ્યા (2007માં)અને બોર્ડે એ પેપર નમૂના તરીકે છાપીને આખા ગુજરાતમાં નમૂના બુકમાં સર્કયુલેટ કર્યુ એ પેપર આપ જોશો તો આ મુદ્દો વધુ સ્પષ્ટ થશે.
કેવી બૂક્સ વસાવવી ?
ઘણા વિદ્યાર્થી મિત્રો એક જ વિષયની ચાર પાંચ બુક લેતા હોય છે. એવું કરવાને બદલે પાઠ્યપુસ્તક પર વધુ ભાર આપવો જોઈ. બીજા પ્રકાશનની બુકની માહિતી તમને ગેરમાર્ગે દોરશે. ઘણા ટ્યુશન ક્લાસમાં ધોરણ 11 અને 12 માં કોલેજનું ભણાવે .મિત્રો એવું કરવાથી ટાઈમ બગાડ્યા સિવાય બીજું કંઈજ હાથમાં નઈ આવે.
મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો તમારી 4 થી 5 વર્ષની મહેનત તમારા 40 થી 50 વર્ષ સુધારી દેશે ને 4 થી 5 વર્ષની મોજ 40 થી 50 વર્ષ બગાડી દેશે.તો તમે જ નકકી કરી લો તમારે શું કરવું છે એ.
તમારા અભ્યાસ અને તમારા 99 % પર તમારા માતા-પિતાના કેટલાય સ્વપ્નો છુપાયેલા છે.તમારા કુટુંબ અને ભાઈ- બહેનની જવાબદારી છુપાયેલી છે જે તમને અત્યારે નહિ પણ ભવિષ્યમાં સમજાશે.
તો મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો હવે સમય બગાડ્યા વગર કરી દો વાંચન, લેખન અને મહાવરાના શ્રી ગણેશ.
99% માટે All the best.