નિયમિત જાપ કરવાથી જીવનની કોઈપણ સમસ્યા દૂર થઈ જાય છે

Join Telegram Channel (20 Free Redeem Codes)
Join Now
Join Whatsapp Channel (20 Free Redeem Codes)
Join Now

કળયુગમાં પણ હાજરાહજૂર દેવતાઓમાંથી એક છે હનુમાનજી. હનુમાનજી ચિરંજીવી છે તેથી જ પોતાના ભક્તોની મદદ પણ તુરંત કરી દે છે. હનુમાનજી એવા દેવતા છે જે ભક્ત પર ઝડપથી પ્રસન્ન થાય છે. બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે સામાન્ય ઉપાયો પણ કરવામાં આવે તો તેમની કૃપા જાતક પર બની રહે છે. પવનપુત્રની નિયમિત આરાધના કરતાં જાતક તો તેમની કૃપા દ્રષ્ટિનો અનુભવ કરતાં પણ હશે. જેના પર હનુમાનજીની કૃપા હોય છે તેના કોઈપણ કાર્યો અટકતાં નથી.

હનુમાનજીની આરાધના સૌથી વધારે એવા લોકો કરે છે જેને શનિ દેવ નડતાં હોય. એટલે કે જે જાતકને સાડાસાતી, પનોતી જેવી સમસ્યાઓ નડતી હોય તેઓ હનુમાનજીને ભજે છે. કારણ કે એકમાત્ર હનુમાનજી જ છે જે જાતકને શનિ પીડામાંથી મુક્ત કરી શકે છે. પરંતુ શનિ પીડા સતાવતી ન હોય તો પણ હનુમાનજીની આરાધના કરવી જોઈએ.

હનુમાનજીની ભક્તિ જીવનને સાર્થક બનાવે છે. જો રોજ ભગવાનની પૂજા-અર્ચના કરવાનો સમય ન મળતો હોય તો તેમના 12 નામનો જાપ કરીને લાભ પ્રાપ્ત કરી શકાય છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજીના એવા 12 ચમત્કારી નામ છે જેનો જાપ કરવાથી ખરાબ સમય, દરિદ્રતા, ક્લેશ વગેરે દૂર થઈ જાય છે. આ બાર નામ નીચે આપેલી સ્તુતિમાં સમાવિષ્ટ છે. તો નોંધી લો આ સ્તુતિ સૌથી પહેલા.

હનુમાનજીની ચમત્કારી સ્તુતિ

हनुमानञ्जनीसूनुर्वायुपुत्रो महाबल:।
रामेष्ट: फाल्गुनसख: पिङ्गाक्षोऽमितविक्रम:।।

उदधिक्रमणश्चैव सीताशोकविनाशन:।
लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।

एवं द्वादश नामानि कपीन्द्रस्य महात्मन:।
स्वापकाले प्रबोधे च यात्राकाले च य: पठेत्।।

तस्य सर्वभयं नास्ति रणे च विजयी भेवत्।
राजद्वारे गह्वरे च भयं नास्ति कदाचन।।

સ્તુતિથી થતાં લાભ

આ સ્તુતિ એટલી પ્રભાવી છે કે તેનો નિયમિત જાપ કરવાથી જીવનની કોઈપણ સમસ્યા દૂર થઈ જાય છે. જીવનના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોય, કુંડળીમાં કોઈપણ ગ્રહનો દોષ હોય કે પછી અન્ય કોઈપણ કારણની સમસ્યા હોય તે આ સ્તુતિના પઠનથી દૂર થઈ જાય છે. આ પાઠ કરવા માટે કોઈ અઘરાં નિયમો પાળવા પડતાં નથી. સવારે સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ. મંદિરમાં હનુમાનજી સમક્ષ તેલનો દીવો અને ધૂપ કરવો અને હનુમાનજીનું ધ્યાન ધરી અને આ સ્તુતિનો પાઠ શ્રદ્ધાથી કરવો. આ પાઠ શરૂ કર્યાના ગણતરીના દિવસોમાં જ તમને તેનું ફળ મળી જશે.

Leave a Comment