કેરળ રાજ્ય સૌંદર્ય અને મંદિરો માટે પ્રખ્યાત છે. તેમાં સૌથી વધારે પ્રખ્યાત છે કેરળના તિરુવનન્તપુરમમાં આવેલું પદ્મનાભસ્વામી મંદિર. આ મંદિર દેશ-વિદેશમાં પણ ખાસ કારણથી પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શનાર્થે પણ આવે છે. આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની ખાસ મૂર્તિ સ્થાપિત છે. દેશભરમાં આવેલા ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિરોમાંથી એક છે આ મંદિર. એટલું જ નહીં આ મંદિર વિશ્વનું સૌથી અમીર મંદિર પણ છે. જો કે આ મંદિર સાથે કેટલીક રહસ્યમયી વાતો પણ જોડાયેલી છે.
આ મંદિરમાં અંદાજે 1,32,000 કરોડની મૂલ્યવાન સંપત્તિ હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે 18મી સદીમાં ત્રાવળકોરના રાજાઓએ પદ્મનાભ મંદિર બનાવડાવ્યું હતુ. 1750માં મહારાજ માર્તંડ વર્માએ પોતાની જાતને પદ્મનાભ દાસ તરીકે ઓળખાવ્યા હતા, જેનો અર્થ થાય છે પ્રભુના દાસ. ત્યારપછીથી અહીંના શાહી પરિવારે પોતાના કુટુંબને ભગવાન પદ્મનાભને સમર્પિત કરી દીધી હતી. આ ઉપરાંત ત્રાવણકોરના રાજાઓએ પોતાની સંપત્તિ પણ પદ્મનાભ મંદિરમાં સોંપી દીધી હતી.
ભારતનું આ મંદિર છે ખૂબ રહસ્યમય
ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ પણ આ મંદિરની જવાબદારી સરકારે શાહી પરિવારને જ સોંપી રાખી હતી. સમય પસાર થવાની સાથે આ મંદિરના ગુપ્ત રૂમના દરવાજા ખોલવાની વાતે વેગ લીધો. આ વાત જ્યારે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ત્યાર પછી કોર્ટના આદેશથી આ ખાસ રૂમના દરવાજા ખોલવામાં આવ્યા. આ ચર્ચાઓ વચ્ચે જ્યારે મંદિરના 6 દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી 1,32,000 કરોડના સોનાના ઘરેણા મળી ચુક્યા છે.
આ મંદિરનો સાતમો દરવાજો હજુ સુધી બંધ જ છે. આ દરવાજો પણ ખાસ હોવાનું કહેવાય છે. કારણ કે આ દરવાજામાં કોઈ જ પ્રકારનું તાળું લગાવેલું નથી. દરવાજા પર બે સાપની પ્રતિકૃતિ છે.
કહેવાય છે કે આ દરવાજા ગરુડ મંત્ર બોલીને જ ખોલી શકાશે. એટલું જ નહીં આ મંત્રોચ્ચાર કોઈ સિદ્ધ પુરુષે સ્પષ્ટ ઉચ્ચારણ સાથે કરવો પડશે. જો મંત્ર બોલવામાં કોઈ ભુલ થઈ તો દરવાજો ખુલશે તો નહીં પરંતુ મંત્ર બોલનારનું મૃત્યુ જરૂરથી થઈ જશે.
મંદિરના સાતમા દરવાજા અંગેની ચર્ચા કેટલી સાચી છે તે કહી શકવું મુશ્કેલ છે પરંતુ આ મંદિરમાં રાખવામાં આવેલા ખજાનાની વાત સાચી પડી હોવાથી ચમત્કારી સાતમા દરવાજાની વાતને પણ લોકો સાચી છે.