Sim Owner Name Gujarat: સિમ કાર્ડના માલિકનું નામ અને સરનામું કેવી રીતે શોધવું?

Sim Owner Name Gujarat: આજના ડિજીટલ યુગમાં મોબાઇલ નંબરનો દુરુપયોગ થવાનો ખતરો વધ્યો છે. ઘણીવાર આપણી ઓળખ પર કોઈ અન્ય વ્યક્તિ સિમ કાર્ડ ચલાવતો હોય છે અથવા અમુક અજાણ્યા નંબર પરથી વારંવાર કોલ આવે છે. આવી સ્થિતિમાં આપણું સૌપ્રથમ કામ એ હોવું જોઈએ કે આ નંબર પાછળ કોની ઓળખ છે તે શોધવી. જો તમે પણ કોઈ મોબાઇલ નંબરના માલિકનું નામ અને સરનામું જાણવા માગો છો, તો હવે તે શક્ય છે એ પણ સરકારી પોર્ટલ દ્વારા બિલકુલ મફત અને સુરક્ષિત રીતે. આ લેખમાં અમે તમને એ રીત જણાવીશું કે કેવી રીતે તમે સરળતાથી મોબાઇલ નંબરના માલિકનું નામ અને અન્ય વિગતો શોધી શકો, જેમાં TAF-COP પોર્ટલ અને અન્ય ઉપયોગી વિકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારના અધિકૃત પોર્ટલથી ચેક કરો Sim Owner Name TAF-COP પોર્ટલ જો તમે સરકારી સ્તરે સચોટ માહિતી શોધવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા અપનાવવી જોઈએ: આ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો: આ રીતથી તમે તમારા આધાર કાર્ડ અથવા ઓળખનો દુરુપયોગ અટકાવી શકો છો. Truecaller દ્વારા નામ જાણવું Truecaller એ સૌથી લોકપ્રિય મોબાઇલ એપ્લિકેશન છે જે તમને કોઈ પણ નંબરનો માલિક જાણવામાં મદદ કરે છે. તમારે માત્ર એપ ડાઉનલોડ કરીને નંબર દાખલ કરવો હોય છે અને જો તે નંબર Truecallerના ડેટાબેઝમાં હોય તો માલિકનું નામ દેખાશે. અન્ય વિકલ્પો તમે Number Tracker જેવી કેટલીક વેબસાઇટ્સ દ્વારા પણ મોબાઇલ નેટવર્ક અને રાજ્ય વિશે માહિતી મેળવી શકો છો, પણ એ નામ કે સરનામું આપતી નથી. જો કોઈ નંબરથી ધમકીભર્યા મેસેજ કે કોલ આવે છે તો સાઇબર ક્રાઇમ સેંટર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. સિમ કાર્ડના માલિક વિશે જાણવી શક્ય છે પરંતુ કાયદેસરની રીતથી જ. TAF-COP પોર્ટલ અને Truecaller જેવી સાધનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તમે તમને અનચાહા કોલ અને મોબાઇલ નમ્બરો સામે સાવચેતી રાખી શકો છો. હંમેશાં તમારી ઓળખ અને મોબાઇલનો સદુપયોગ થતો અટકાવવો જરૂરી છે.

Best CRM Software for Businesses in 2025: Features, Benefits & Top Picks

In today’s highly competitive digital market, Customer Relationship Management (CRM) software is no longer a luxury it’s a necessity. Whether you’re a startup, small business, or a large enterprise, the right CRM software can transform how you interact with your customers, boost productivity, and increase revenue. But what exactly is CRM software, and why should you invest in it in 2025? What is CRM Software? CRM software is a digital tool that helps businesses manage and analyze customer interactions and data throughout the customer lifecycle. It centralizes customer information, automates sales tasks, enhances customer service, and improves overall communication. By using CRM software, businesses can: Track customer behavior and purchase history, Manage leads and sales pipelines, Automate follow-ups and email marketing, Provide better customer support, Analyze sales trends and performance metrics. Amount Codes Claim Now 50 YHNM-KIOL-P0** Claim Now 80 GYTK-56E4-D2** Claim Now 90 PLKM-UJNB-VG** Claim Now 100 BNGH-NJMK-PO** Claim Now 150 MJIU-87YH-TG** Claim Now 200 POLK-8IUJ-NH** Claim Now Why CRM Software is a High-ROI Investment The ROI of a good CRM system is impressive. According to Nucleus Research, every dollar spent on CRM software returns an average of $8.71 in revenue. With automation and personalization at its core, CRM software helps you retain more customers, close more deals, and streamline operations. CRM software is especially vital for: Top Features to Look For in CRM Software When choosing a CRM tool, focus on the features that match your business needs: Top CRM Software for 2025 Here are some of the best CRM platforms worth considering: CRM Software Best For Free Plan Starting Price HubSpot CRM Beginners & SMBs ✅ Yes $0/month Zoho CRM Multi-channel sales ✅ Yes $14/month Salesforce Enterprise solutions ❌ No $25/month Freshsales AI-powered CRM ✅ Yes $15/month Pipedrive Sales-focused teams ❌ No $21/months Investing in the right CRM software in 2025 can elevate your customer experience, streamline your sales funnel, and significantly grow your business. Whether you’re a freelancer or a growing enterprise, there’s a CRM solution tailored to your needs. Choose smart. Automate better. Grow faster.

What is CRM Software? A Complete Guide for Businesses in 2025

In today’s fast-paced digital world, customer satisfaction is everything. To build strong customer relationships and streamline business operations, companies rely on CRM software. But what exactly is CRM software, and why is it so essential for businesses of all sizes? Let’s explore everything you need to know about CRM systems, their benefits, features, types, and how to choose the best one for your business. What is CRM Software? CRM (Customer Relationship Management) software is a digital tool that helps businesses manage interactions with current and potential customers. It stores customer data, tracks sales, automates marketing efforts, and improves customer support all in one centralized platform. Whether you’re a startup or a large enterprise, CRM software can help you nurture leads, close more deals, and maintain long-term relationships. Key Features of CRM Software Here are some of the most common and powerful features of modern CRM tools: Benefits of CRM Software Implementing a CRM system can offer the following advantages: CRM software doesn’t just organize data it transforms how your business operates and communicates. CRM software is more than just a digital address book it’s a powerful tool that helps you build meaningful relationships, close more deals, and scale your business efficiently. Whether you’re in real estate, e-commerce, SaaS, or any other industry, investing in the right CRM solution can make a massive difference in your long-term success.

આપણા ભારતનું આ મંદિર છે ખૂબ રહસ્યમય તમે જાણતા હતા આ માહિતી

This temple of India is very mysterious

કેરળ રાજ્ય સૌંદર્ય અને મંદિરો માટે પ્રખ્યાત છે. તેમાં સૌથી વધારે પ્રખ્યાત છે કેરળના તિરુવનન્તપુરમમાં આવેલું પદ્મનાભસ્વામી મંદિર. આ મંદિર દેશ-વિદેશમાં પણ ખાસ કારણથી પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શનાર્થે પણ આવે છે. આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની ખાસ મૂર્તિ સ્થાપિત છે. દેશભરમાં આવેલા ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિરોમાંથી એક છે આ મંદિર. એટલું જ નહીં આ મંદિર વિશ્વનું સૌથી અમીર મંદિર પણ છે. જો કે આ મંદિર સાથે કેટલીક રહસ્યમયી વાતો પણ જોડાયેલી છે. આ મંદિરમાં અંદાજે 1,32,000 કરોડની મૂલ્યવાન સંપત્તિ હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે 18મી સદીમાં ત્રાવળકોરના રાજાઓએ પદ્મનાભ મંદિર બનાવડાવ્યું હતુ. 1750માં મહારાજ માર્તંડ વર્માએ પોતાની જાતને પદ્મનાભ દાસ તરીકે ઓળખાવ્યા હતા, જેનો અર્થ થાય છે પ્રભુના દાસ. ત્યારપછીથી અહીંના શાહી પરિવારે પોતાના કુટુંબને ભગવાન પદ્મનાભને સમર્પિત કરી દીધી હતી. આ ઉપરાંત ત્રાવણકોરના રાજાઓએ પોતાની સંપત્તિ પણ પદ્મનાભ મંદિરમાં સોંપી દીધી હતી. ભારતનું આ મંદિર છે ખૂબ રહસ્યમય ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ પણ આ મંદિરની જવાબદારી સરકારે શાહી પરિવારને જ સોંપી રાખી હતી. સમય પસાર થવાની સાથે આ મંદિરના ગુપ્ત રૂમના દરવાજા ખોલવાની વાતે વેગ લીધો. આ વાત જ્યારે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ત્યાર પછી કોર્ટના આદેશથી આ ખાસ રૂમના દરવાજા ખોલવામાં આવ્યા. આ ચર્ચાઓ વચ્ચે જ્યારે મંદિરના 6 દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી 1,32,000 કરોડના સોનાના ઘરેણા મળી ચુક્યા છે. આ મંદિરનો સાતમો દરવાજો હજુ સુધી બંધ જ છે. આ દરવાજો પણ ખાસ હોવાનું કહેવાય છે. કારણ કે આ દરવાજામાં કોઈ જ પ્રકારનું તાળું લગાવેલું નથી. દરવાજા પર બે સાપની પ્રતિકૃતિ છે. કહેવાય છે કે આ દરવાજા ગરુડ મંત્ર બોલીને જ ખોલી શકાશે. એટલું જ નહીં આ મંત્રોચ્ચાર કોઈ સિદ્ધ પુરુષે સ્પષ્ટ ઉચ્ચારણ સાથે કરવો પડશે. જો મંત્ર બોલવામાં કોઈ ભુલ થઈ તો દરવાજો ખુલશે તો નહીં પરંતુ મંત્ર બોલનારનું મૃત્યુ જરૂરથી થઈ જશે. મંદિરના સાતમા દરવાજા અંગેની ચર્ચા કેટલી સાચી છે તે કહી શકવું મુશ્કેલ છે પરંતુ આ મંદિરમાં રાખવામાં આવેલા ખજાનાની વાત સાચી પડી હોવાથી ચમત્કારી સાતમા દરવાજાની વાતને પણ લોકો સાચી છે.

તમારી હાથની રેખાઓમાં છે ધનવાન બનવાની રેખા… વાંચો અને જાણો

In the lines of your hands are the lines of becoming rich

દરેક વ્યક્તિની હથેળીમાં અનેક રેખાઓ હોય છે. હથેળીની આવી રેખાનો સંબંધ વ્યક્તિના ભાગ્ય સાથે પણ હોય છે. હસ્ત રેખા શાસ્ત્ર વિશે તમે સાંભળ્યું પણ હશે. હથેળીની રેખા અને તેના પરના નિશાન પરથી વ્યક્તિના ભવિષ્યની મહત્વની વાતો પણ જાણી શકાય છે. હસ્ત રેખાઓના અભ્યાસથી ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જાણકારી મેળવી શકાય છે. ઉપરાંત એ પણ જાણી શકાય છે કે વ્યક્તિ કેવા વિચારો કે વ્યક્તિત્વ ધરાવે છે. તમારી હાથની રેખાઓમાં છે ધનવાન બનવાની રેખા વ્યક્તિના માન-સન્માન, આર્થિક સ્થિતી અને અન્ય મહત્વની બાબતો હથેળી પર આવેલી સૂર્ય રેખા પરથી જાણી શકાય છે. આ રેખા અનામિકા આંગળીની બરાબર નીચેના ભાગે સૂર્ય પર્વત પર હોય છે. આ કારણે તેને સૂર્ય રેખા કહે છે. જો કોઈ વ્યક્તિના હાથમાં આ રેખા દોષરહિત હોય તો તેને જીવનમાં ભરપૂર માન-સન્માન અને પૈસા પ્રાપ્ત થાય છે.

આપણા દેશમાં જ આવેલી આ જગ્યા પર આપણને જ એન્ટ્રી નથી આપતા

aapana-deshama-j-nathi-malati-entry

તમે ભારતીય હોવ કે ન હોવ, આજનો આ લેખ તમને બધાને લાગુ પડે છે ! એક ભારતિય તરીકે આપણે હવે તો ‘બેન’ એટલે કે પ્રતિબંધ નામની ટર્મને તો સારી રીતે સમજીજ ગયા હોઈશું. પણ શું તમને એ ખબર છે કે આપણા જ દેશમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં આપણને જ પ્રવેશ આપવામાં નથી આવતો ? એક ભારતીય પાસપોર્ટ, એક વોટર આઇડી કાર્ડ કે પછી આધાર કાર્ડ પણ તમને અહીં પ્રવેશવામાં મદદરૂપ નહીં થઈ શકે, કારણ કે, તમારો અહીં પ્રવેશ નિષેધ છે. અહીં માત્ર વિદેશીઓને જ પ્રવેશવા દેવામાં આવે છે ! 1. ઉનો-ઇન હોટેલ, બેન્ગલુરુ આ હોટેલ નીપ્પોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા 2012માં ખોલવામાં આવી હતી. આ હોટેલ બાંધવાનો ઉદ્દેશ શહેરમાં વધતી કોર્પોરેટ જાપાનીઝ વસ્તીની જરૂરિયાતોને પોષવાનો હતો. આ હોટેલ 2014માં લાઇમ લાઇટમા ત્યારે આવી જ્યારે તેની ધાબા પરની રેસ્ટોરન્ટમાં ભારતીય લોકોને નહીં પ્રવેશવા દેવાના અસંખ્ય પ્રસંગો બનવા લાગ્યા. ત્યાર બાદ થોડાં જ દિવસોમાં વંશિય ભેદભાવના આધારે ગ્રેટર બેંગલોર સિટી કોર્પોરેશન દ્વારા તેને બંધ કરી દેવામાં આવી. 2. ફ્રી કસોલ કાફે, કસોલ કસોલના કુદરતી સૌંદર્યો, અનોખી ખીણો માટે પ્રવાસીઓ માટે તે આકર્ષણની જગ્યા છે. આ જગ્યા ઇઝરાયેલ વાસીઓનું પણ પ્રિય સ્થળ છે કારણ કે અહીંનું ઇઝરાયેલી ક્યૂઝિન પ્રખ્યાત છે. ફ્રી કસોલ કાફેમાં માત્ર વિદેશી પાસપોર્ટ ધરાવતા લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે અને તેમને ભારતીય લોકોને સેવા આપવામાં કોઈ જ રસ નથી.જો કે એક સ્ત્રી જર્નાલિસ્ટને ત્યાં નહીં પ્રવેશવા દેવામાં આવતા તેમજ ભારતીયોને સેવા નહીં આપવા બાબતે આ કાફેની ઘણી સમીક્ષા કરવામાં આવી. જો કે તેના માલિકે આ બધી જ અફવાઓને રદિયો આપ્યો હતો, જો કે ફ્રી કસોલ કાફે વિષે ઉડેલી વાતો આજે પણ તેટલી જ મુંઝવણભરી છે. 3. “ફોરેનર્સ ઓન્લી બિચીઝ”, ગોઆ આપણે બધા જાણીએ છીએ તેમ ગોઆ પોતાના શાંત-ચિત્ત તેમજ મુક્ત વાતાવરણ માટે જાણીતું છે. અહીં કેટલાક એવા લોકો છે જે પોતાના અંગત સમુદ્રકાંઠાઓની માલિકી ધરાવે છે અને તે લોકો માત્ર વિદેશીઓને જ ત્યાં પ્રવેશ આપે છે. તેમનો એવો આરોપ છે કે ભારતીયો બિકિનીમાં ફરતી વિદેશી સ્ત્રીઓને તાકી રહે છે અને તે કારણસર તેઓ પોતાની જાતને અસહજ અનુભવે છે ! હવે આવી બાબતમાં તો આપણે કેવી રીતે દલીલ કરી શકીએ ! 4. ‘લોજ’, ચેન્નેઈ u‘હાઇલેન્ડ્સ’નામના તખ્ખલુસથી જાણીતી આ લોજ જો કે પોતાનું નામ ક્યારેય જાહેર કરવા માગતી નથી. આ સ્થળ એક ભૂતપૂર્વ નવાબનું ઘર છે, અને આ લોજમાં પણ માત્ર વિદેશી પાસપોર્ટ ધરાવતા લોકોને જ સેવા આપવામાં આવે છે.5. “ફોરેનર્સ ઓન્લી” બીચીઝ, પોન્ડીચેરી ભારતમાં ગોઆ બાદ, પોન્ડીચેરીના રળિયામણા સમુદ્ર કાંઠાઓ ખુબ જ પ્રખ્યાત છે. તે એટલા સૌંદર્યવાન છે કે તેમાંના કેટલાકને તો માત્ર વિદેશીઓ માટે જ રિઝર્વ રાખવામાં આવ્યા છે. તેમાંના કેટલાક પર તો જાણે “ઓન્લી ફોર ફોરેનર્સ”નો થપ્પો જ મારી દેવામાં આવ્યો છે. 6. સકુરા ર્યોકાન રેસ્ટોરન્ટ, અમદાવાદ ખ્યાલ નહોતો કે અમદાવાદમાં પણ આવી કોઈ જગ્યા હશે. આ એક ખુબ જ લો પ્રોફાઈલ જગ્યા છે અને તેમાં માત્ર જાપાનીઝ લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે. જો કે તમને એ જાણીને અતિ આશ્ચર્ય થશે કે તેનો માલિક એક ભારતીય છે ! હવે આ બધી જગ્યાઓ કે જ્યાં ભારતીયોને પ્રવેશવા દેવામાં નથી આવતા તે ખરેખર આપણા મનમાં ત્યાં જવાની ઉત્તેજના જગાવી રહી છે.

ટીપીકલ ગુજરાતી મીડીયમમાં ભણેલા છોકરાની લવસ્ટૉરી

આપણા ગુજરાતી સ્કુલોમાં કેવું ખબર તો છે તમને, છોકરાઓ અલગ અને છોકરીઓ અલગ, એ બીજી બેન્ચમાં પહેલી સીટ પરજ બેસતી અને હુ બોય્સ સાઈડની બીજી બેન્ચ પર. એટલે અમે બાજુ બાજુમાં. એક ભાઈબંધ હતો, એ સાલ્લો હંમેશા કોશીષ કરે કે તે પહેલો આવીને મારી જગ્યાએ બેસી જાય એટલે હુ કોશીષ કરતો કે વહેલો આવી જવુ. ૧૧મું ધોરણ હતુ, મે પણ સાયન્સ લીધેલુ અને એણે પણ, બંન્ને મેથ્સમાં, ઈન્જીનિયર બનવાનું હતુ અમારે. એ પણ તમે જોવો તો, એવી સજીધજીને આવે કે વાતજ જાવા દો, જાણે હમણા કોઇના લગ્ન હોય. એનું નામ ના કીધુ નઈ મેં? સ્નેહા એનું નામ. અને હુ સ્વપ્નીલ. આ કાંઈ લવસ્ટોરી નથી. ખબર નહિ આને શું કહેવાય પણ ક્રશ સ્ટોરી? વન સાઈડૅડ ક્રશ? આઈ ડોન્ટ નો. પણ ગજ્જબ. એ આવે એટલે ક્લાસના બધા છોકરાઓની નજર એની તરફ , આવે ને બેસે..એનું બેગ રાખે અને પછી આજુબાજુ જુવે. આપણે શખ્ત લો યુ નો આંખના ખુણેથી જોઇએ પણ ખબર ન પડવી જોઇએ કે આઈમ નોટીંગ યુ. એની આંખો જુવો તો પહોળીને મોટી, આમ જાણે દુર્ગાની મુર્તીઓમાં કેવી હોય? એવી. સુંદર અને તેજસ્વી, આત્મવિશ્વાસ ભરેલી લાગે. એટલેજ મારી હિમ્મંત નહિ ચાલતી હોય.. આપણો કોન્ફીડન્સ કાચો પડે ત્યાં. એ આમ ડાબે નજર ફેરવે એટલે આપણે ક્લાસમાં ડાબી બાજુ ચોંટાડેલા ભારતના નકશાને જોવા મંડીયે, એમા જાણે નક્કી કરવાનું હોય કે ક્યાં જશુ.. કેટલુ નક્કી કરી નાખ્યુ તુ. પેલી ધુમ ફીલ્મમાં ઉદય ચોપડા નથી કરી નાખતો? છોકરા પણ.. સ્વપ્નો, ઈચ્છાઓ અને અપેક્ષાઓને ક્યાં પાંખોની જરુર છે? ઉડ્યા રાખે, મજા આપ્યા રાખે જાણે વાસ્તવીકતા હોય. કદાચ એટલેજ આપણે વાસ્તવીકતાથી ધરતી પર ઉભા રહિ જોવાની આદત નથી પાડતા. મજા તો ઉડવામાં આવેને! ઉડતા પંજાબ યુ નો , અમારા ચીત્રના ટીચર એવો ખડુસ માણસ, કાંઈ પણ વાતમાં તોડી પાડે. યાર આ છોકરીઓ બેઠી છે, કેમ ઈજ્જતની હણસ.. (તમે જે વિચારો છો તેજ સમજો) એક વાર કહે કે ઈકોનોમી પર પ્રોજેક્ટ બનાવી આવો, પ્રોજેક્ટ એટલે મજા આવે, એમાં પેલી કલર વાળી પેનો અને સ્પેશ્યલ પેજ 50 પૈસાનો એક વાળો, એમાં મસ્ત બાઉન્ડ્રી આપીને આપણે બનાવ્યો,બીઝનેશ ટુડૅ ને ઈંડીયા ટૂડૅના પેલા કલર ફોટાઓને કાપીને ચોંટાડ્યા એટલે આપણો તો ભપકો. પ્રોજેક્ટ જમા કરાવ્યા એટલે ખડુસ ટીચર કહે બહુ સરસ બનાવ્યુ છે સ્વપ્નીલ, બધા વીધાર્થીઓ આના પ્રોજેક્ટને જોજો, કેવી રીતે વધારે સારુ પ્રેઝેન્ટૅશન આપી શકાય. એટલે પેલા પઢાકુઓ તો તરત જાગે ઝોમ્બીની જેમ. આવી ગયા, દેખાડ..દેખાડ.. મે કિધુ ભાઈ શાંતી રાખો. મને આમ અંદરની ઈચ્છા કે સ્નેહા માંગે તો મજા આવે કાંઈક. એને ઈચ્છા હતી એ તો ખબર પડૅ, વાઈબ્સ આવે કે એને જોવુ તો છે પણ હવે આમ બધા સામે કેમ.. બધા પઢાકુઓને હડસેલ્યા એટલે પેલીની સામે જોયુ તો એણે પણ જોયુ, મે કિધુ જોવું છે? તો કે હા આપ.મે આપ્યુ તો એક એક પત્તુ પલટાવતી જાય ને કહે સરસ છે. મે કીધુ થેંક્યુ. રીસેષનો બેલ પડ્યો એટલે બધે ભાગાભાગી, મે તરત ફાઈલ ઉપાડી લીધીને તેણે કહ્યુ ચલ પછી આરામથી જોશુ. મે કીધુ ભલે, હાલ ફ્રી હો તો સમોસો ખવડાવુ.. તો કે ના.મારી ફ્રેંડ્સ સાથે જઈશ. એ તો ગઈ. પછી પાછુ એજ રુટીન. 7 વર્ષે થયા આજે. જે સાલ્લો દરરોજ વચ્ચે આવીને બેસવાની ટ્રાય કરતો તો તે એનીજ જ્ઞાતીનો હતો. એની સાથ પરણી ગયેલી. એના રીસેપ્શનમાં આજે ગયો હતો. ત્યાં સ્ટેજ પર જઈ કવર આપ્યુ ત્યારે સાલ્લુ હ્રદય તો ખુબ ભારે હતુ. પણ આપણે તો શખ્ત ..ડા. યુનો. (સમજો યાર). એ રેસેપ્શનના સ્ટાર્ટરને ટૅસ્ટ કરતા સાથે જુના દોસ્તો સાથે બ..દી ચાલતી તી. એ સાલ્લાઓએ આ બધુ યાદ દેવડાવ્યુ બોલો. હવે રાત્રે ઉંઘ નથી આવતી. કેમ કે આજે એમની ફસ્ટનાઈટ હશેને. ગજ્જબ. આપણને એવુ લાગે કે થઈ રેશે, પણ થતુ નથી. કરવું પડે છે. હવે સમજાય છે. આ બધા બ્રહ્મજ્ઞાન પણ પાછા આપણને ટકે કેટલા? શમસાનથી નિક્ળ્યા પછી પવન ઓગળી જાય, ધીરે ધીરે.યાદ તો આવે પણ આપણી ઈમેજીનેશન બઉ સ્ટ્રોગ. જીવનને આગળની પોસીબલીટીસ દેખાડીને ધકેલ્યા કરવાનુ. ચાલો,આદી ઉઠી ગ્યો લાગે છે. એનો આજે ફસ્ટ બર્થડે છેને! કોણ આદી? અરે રહિ ગયુ એ… સ્નેહાની બાજુમાં બેસતીને કિંજલ,એનું ને મારી જ્ઞાતી એક ને દોસ્તી પણ ઓકે ઓકે તો એમા સેટ થઈ ગ્યુ. બે વર્ષે લગ્નને થયા ને એક વર્ષે આદીત્યને.ચાલ્યા કરે.

ફક્ત પાંચ મિનીટ લાગશે તમને આ દસ વાર્તાઓ વાંચતા

વંશને સમજાયું કે પપ્પા સાચા હતા જયારે તેને કુમાર પર કડક થવું પડ્યું. કુમારને પણ સમજાશે કે પપ્પા (વંશ) સાચા હતા જયારે તેને તેના દીકરા પર કડક થવું પડશે! “અલ્યા જીવલા, ઓજ હોન્જે વોડીમાં ઈંડોની પોર્ટી સ… ટેમ નીકોળી પોંચી જજ.” “પણ, પૈસા ચ્યોંથી આયા?” “ગોમનો દિયોર મનીયો કૈક ઈંગ્લીશ નોમથી ભંડોળ લઇ આયો સ!” “ચ્યો નોમથી?” “કૈક… હોવ, ‘આનીમલ વાલ્ફાર (animal welfare) નો નોમથી” ચંદુભાઈને કૂતરાથી સખત નફરત કોઈપણ કૂતરાને જોવે કે હાથમાં રહેલી લાકડી છુટ્ટી ફેંકે. વળી, તેમનું નિશાન અચૂક! કૂતરાના પગ પર જ વાગે અને કૂતરું લંગડું થઇ જ જાય! આજ સુધીમાં તેમણે ઓછામાં ઓછા વીસેક કૂતરાના પગ તો ભાંગ્યા જ હશે! પંચાવન વર્ષના ચંદુભાઈનો અકસ્માત થયો અને તેમના બંને પગ કપાઈ ગયા… કદાચ, ભગવાનને પણ ચંદુભાઈની જેમ. આજે શાકની લારી પર ઉભેલી, શાક વેચતી દેવીપૂજક મહિલાને ગાળોની રમઝટ બોલાવતી જોઈ, મને વિશ્વાસ બેસી ગયો કે પુરુષ જે કામ કરી શકે એ તમામ કામ, સ્ત્રીઓ, પુરુષો કરતા અનેક ગણી કુશળતાથી કરી જ શકે! વિકાસના રાજ્યમાં બે જ પક્ષનો ગજ વાગતો. એક પક્ષ સરકાર બનાવતો અને બીજો વિપક્ષમાં બેસતો. હા, ત્રણ વર્ષ પહેલા સરકારની નીતિનો વિરોધ કરવા વિપક્ષ ધરણા પર બેઠું હતું. આગલા મહિને વિપક્ષ એ જ મુદ્દે ધરણા પર બેસવાનું છે. છ મહિના પહેલા યોજાયેલી ચૂંટણીથી સરકાર બદલાઈ છે, નીતિ નહીં. આજે હું ગાડી લઈને નીકળ્યો અને થોડા દૂરથી જ રીંગરોડના ઓઢવ સર્કલ પર ટ્રાફિક જામ દેખાયો. મેં ઝડપથી ગાડી પાછી વાળી અને લાંબા પણ બીજા રસ્તે ગાડી હંકારી ગયો. સાંજે મારા મિત્ર સાથે વાત થઇ ત્યારે તેણે કહ્યું, “યાર આજે તો હું ઓઢવ સર્કલે દોઢ કલાક સુધી ફસાઈ રહ્યો હતો!”ત્યારે મને લાઈટ થઇ કે “જીવનમાં અટક્યા વગર આગળ વધતા રહેવું હોય તો ક્યારેક પીછેહટ કરી લાંબા રસ્તે પણ ચાલવું જોઈએ! ગઈકાલે હું બહાર નીકળ્યો તો અમારું શેરી કૂતરું ઘરની ઓશરીમાં પગલૂછણીયાંનું આસનીયું બનાવીને સૂતું હતું. હું ઓશરીનો દરવાજો ખોલી બહાર નીકળ્યો તો મમ્મીએ ફેંકેલ એઠવાડને આરોગવા બે ગાયો એકબીજા સામે શિંગડા ભરાવતી હતી! અત્યારે એક પુસ્તક વાંચી રહ્યો છું. તેમાં લખ્યું છે, “તમને અધુરી લાગતી સુવિધાઓ કોઈ અન્યના જીવનનો ધ્યેય હોઈ શકે છે!” સવારે ઉઠતાવેંત છાપું હાથમાં લીધું, પહેલા પાને લખ્યું હતું “ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને!” મેં પાનું ફેરવ્યું, “એલ.પી.જી. સીલીન્ડર પર મળતી સબસીડી બંધ કરવામાં આવશે!” ત્રીજા પાને લખ્યું હતું, “ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવ ઘટવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ જ ઘટાડો નહીં!” ચોથા પાને : “દૂધના ભાવમાં લિટરદીઠ બે રૂપિયાનો વધારો ઝીંકાયો!” મેં અખબાર બંધ કર્યું. વડાપ્રધાને વિદેશમાં આપેલ ભાષણની ઝલક છેલ્લા પાને છપાઈ હતી. તેમણે કહ્યું હતું, “અમારી સરકાર ગરીબોની સરકાર છે.” દરરોજ કીડીયારું ભરતા, પક્ષીઓને ચણ નાખતા, ગાયોને ઘાસ ખવડાવતા પરીક્ષિત સિંહા ખૂબ પ્રાણી પ્રેમી છે. તેમના ઘરના છજ્જા પર, ઓફિસમાં શટરની ઉપરની જગ્યામાં કે એવા ખૂણે-ખાંચરે કબૂતરના માળા હોય જ… તેઓ ક્યારેય તેને ન હટાવે. અરે, અન્ય કોઈ તે માળા હઠાવવા જાય તો પણ ગુસ્સે થઇ જાય. તેઓ ખૂબ મોટા કોન્ટ્રકટર હતા. તેમનું મુખ્ય કામ જે તે પ્લોટ પર વસેલી ઝૂંપડપટ્ટી ખાલી કરાવી તેના પર ઊંચી ઈમારતો બાંધવાનું હતું! ડૉ. શિવમોહન મિશ્રા ટર્કી ફરવા ગયા. ત્યાં કોઈ આંદોલન ચાલતું હતું. ટર્કી ઓફિસરો ગન્સ લઈને ઊભા હતા. ટોળું સુત્રોચ્ચાર કરતુ ઊભું હતું. ખટપટીયા મિશ્રા એક ઓફિસર પાસે ગયા અને પૂછ્યું, “વ્હોટ ઈઝ ધીસ ગોઇંગ ઓન?”ઓફિસરે ‘અંગ્રેજી’માં જવાબ આપ્યો, “સર, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઈંગ્લીશ. જસ્ટ સ્પીક ઇન ટર્કી!”મતલબ સાફ હતો : તમે અમારા દેશના વતની નથી તો તમારે આ બધું જાણવાની કોઈ જરૂર નથી! ફરવા આવ્યા છો તો ફરીને ચાલતી પકડો. બરાબર તે જ દિવસોમાં ભારતમાં કોઈ ઐતિહાસિક મૂવીને લઇ બબાલ મચી હતી. કોઈ એક જ્ઞાતિના લોકોને મૂવીરીલીઝ સામે વાંધો હતો. તેઓ ટોળાઓ કાઢી, તોડ-ફોડ કરી તેનો વિરોધ કરી રહ્યા હતા. એવામાં એક ફોરેનર મલ્ટિપ્લેક્સ પાસેથી પસાર થયો અને તેણે ઝનૂની ટોળાને કંઇક સુત્રોચ્ચાર કરતા જોયા. તે ખાલી એમ જ ઊભો હતો ત્યાં દૂર ઉભેલા પોલીસ કોન્સ્ટેબલનું ઘ્યાન તેના પર પડ્યું. કોન્સ્ટેબલ સામે ચાલીને તેમની પાસે ગયો અને કહેવા લાગ્યો, “ઓલ સ્ટુપિડ ફેલોઝ… ડુઈંગ ઓપોઝ ઓફ અ મૂવી… ઇટ્સ કોમન ઇન ઇન્ડિયા… એની કાસ્ટ, એની રીલિજન ડુ સેબોટેઝ ફોર નો રીઝન!”

સુખનો સ્વભાવ – તમારા માટે સુખ એટલે શું અને તેની સાચી પરિભાષા શું વાંચો અને જાણો

trupti-trivedi-article-sukh-no-svabhav

જ્યારે કવિ શ્રી નરસિંહ મેહતાના ધર્મ પત્નીનો દેહાંત થયો ત્યારે કવિને ખરેખર દુઃખ થવું જોઈએ. શોક વ્યક્ત કરવો જોઈએ. પરંતુ નરસિંહ મેહતાનું તો ઉલ્ટું થયું. ન એ દુઃખી થયા કે ના એમણે શોક વ્યક્ત કર્યો. એમનાં મુખમાંથી એક જ શબ્દો નીકળ્યાં, “ભલું થયું ભાંગી જંજાળ , સુખે ભજીશું શ્રી ગોપાલ”. મિત્રો સુખ અને દુઃખ ક્યારેય જીવનમાં આવતા જ નથી. એ તો માત્ર વ્યક્તિનાં પોતાના સ્વભાવને આધીન હોય છે. એનું ઉતમ ઉદાહરણ આપના આદિકવીને જ જોઇલો. સુખનો સ્વભાવ એટ્લે ખુદ ભક્ત કવિ નરસિંહનું જીવન ચરિત્ર, એનો સ્વભાવ , કે પોતાની દિકરીની સાસરીમાં મામેરુંનો પ્રસંગ છે. પોતાની પાસે એક પણ પૈસો નથીને છ્તાં ચિંતા કરવાની જગ્યાએ બોલ્યો , “ મારે શું ચિંતા મારો દ્વારિકાધીશ બેઠો છે હજાર હાથ વાળો . કરશે એ બધુ”ને પોતે બિંદાસ શ્રધ્ધામાં, ભક્તિમાં લીન થઈ જાય છે, સુખ વ્યાખ્યાની કલ્પના કરીએ તો ભગ્યેજ આવા સુંદર વિચાર ધરાવતું ઉદાહરણ બીજે ક્યાંય જોવા મળે. આતો થઈ વાત ભક્ત નરસિંહની. એમની દૃષ્ટિએ સાચું સુખ એટલે સંપૂર્ણ કૃષ્ણમય બનીને જાતને ભુલવી. પણ શું આપણી દૃષ્ટિએ પણ સુખનો આવો જ સ્વભાવ હોય? સુખી તો આ સૃષ્ટિનાં તમામ જીવ હોય છે. લગભગ બધા જ લોકોએ સુખને પોતાનાં જીવનમાં ખુબ નજીકથી માણ્યું, જોયુ ને અનુભવ્યુ પણ હશે જ! તો ચાલો આપણે એમને જ પૂછીએ કે આ સુખનો સ્વભાવ એટલે શું ? મિત્રો આ જીવન એ બે સિક્કા જેવુ છે. એક તરફ દુખ છે. તો એ જ દુખ તમને ડબલ સુખ આપતું જાય છે. જીવનમાં સુખ કે દુખ જેવી કોઈ વસ્તુ છે જ નહી. આ તો જ્યારે આપણે અભાવમાં હોય ત્યારે એ અભાવને આપણે જ આપણા વિચારોથી એવુ માનીએ છીએ કે હું ખુબ દુખી છું.અને જ્યારે થોડા જ સમય પછી આપણે જ એવું કહેશું કે સમય તો સમયનું કામ કરે છે. દુખ હતું તે હવે સમય સાથે ચાલ્યું ગયું. હવે મારે ખુબ શાંતિ છે. સાચુને ? આ શબ્દો તો ચવાઈ ગયા છે. રોજ કોઈનાં મોઢે તો આવું સાંભળવા મળતું જ હશે. પણ સમય એટલે શું? સમયને જો આપણે જ સમજી શકતા હોત ,જાણતા હોત તો શું આપણે સુખનાં સમયને જતો રોકી ન લેતા હોત !આપણું મન એ સતત આવા જ વિચારોમાં ગતિ કર્યા જ કરે છે. આપણુ મન એ ગતિશીલ ને વિચારશીલ છે. એટલે મનમાં સતત કોઈને કોઈ વિચારો તો આવ્યા જ કરવાના. પણ હા કેવા વિચારો કરવા , કે પછી અમુક પ્રકારના આવતા વિચારોને અટકાવવા માટે આપણે ખુદ ગતિશીલ થવું પડતુ હોય છે. આ વિષયને સમજવા માટે એક ઉતમ ઉદાહરણ જોઈએ. એક સ્ત્રી જ્યારે માતા બનવા જઈ રહી છે. ત્યારે એને કેટલીય વેદના ને પિડાઓને સહન કરવી પડતી હોય છે. પણ માતા બનવાની ખુશી જ એટલીબધી વધારે હોય છે કે એ સ્ત્રીને કોઈજ પીડા કે દર્દની અસર જ નથી થતી હોતી. દર મહીને પોતાનાં શરીરની રચનામાં થતું પરિવર્તન, પોતાની રહેણીકરણમાં, ખાન પાન જેવી નાની નાની વાતનું ધ્યાન રાખવું સતત નવ નવ મહીનાઓ સુધી , પ્રસુતીની એ વેદના અસહ્ય વેદના વચ્ચે જ્યારે એક નાનકડું , કોમળ મુલાયમ , ફુલોની કળી જેવું કોમળ બાળકનાં સ્પર્શ સાથે જ એ નવ નવ મહીનાની વેદના ,દર્દ ,પીડાનો અહેસાસ પણ નથી થતો હોતો, એ પીડા વચ્ચેપણ ત્યારે એક પરમ સુખની પ્રાપ્તિનો અહેસાસ જ થાય છે સુર્યોદયનેઉમંગથી વધાવી,સુખ પામીએ ——તૃપ્તિ ત્રીવેદી “ તૃપ્ત” . મિત્રો સુખની ઉત્પતિ ત્યારે જ થાય છે જ્યારે એનાં મૂળમાં ખુબ દુખ અને દર્દ રહ્યાં હોય છે. અને જે એ દર્દ, દુખને હસતા હસતા સ્વિકાર કરે છે. એને જ આ સુખની પ્રપ્તિ થાય છે. આ સુખનો સ્વભાવ છે. કે અભાવ પછી જ સુખ આવે. અને જેવુ તમારી પાસે સુખ આવે છે એટલે આપોઆપ તમે તમારા ભુતકાળની એ પીડા , દર્દ કે વેદનાને ભુલી જ જવાના છો. જેમ માતા બન્યા પછી એની પીડા યાદ નથી રહેતી એમ જ. મિત્રો સુખની ઉત્પતિ ત્યારે જ થાય છે જ્યારે એનાં મૂળમાં ખુબ દુખ અને દર્દ રહ્યાં હોય છે. અને જે એ દર્દ, દુખને હસતા હસતા સ્વિકાર કરે છે એને જ આ સુખની પ્રપ્તિ થાય છે.

નિયમિત જાપ કરવાથી જીવનની કોઈપણ સમસ્યા દૂર થઈ જાય છે

Regular chanting removes any problem in life

કળયુગમાં પણ હાજરાહજૂર દેવતાઓમાંથી એક છે હનુમાનજી. હનુમાનજી ચિરંજીવી છે તેથી જ પોતાના ભક્તોની મદદ પણ તુરંત કરી દે છે. હનુમાનજી એવા દેવતા છે જે ભક્ત પર ઝડપથી પ્રસન્ન થાય છે. બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે સામાન્ય ઉપાયો પણ કરવામાં આવે તો તેમની કૃપા જાતક પર બની રહે છે. પવનપુત્રની નિયમિત આરાધના કરતાં જાતક તો તેમની કૃપા દ્રષ્ટિનો અનુભવ કરતાં પણ હશે. જેના પર હનુમાનજીની કૃપા હોય છે તેના કોઈપણ કાર્યો અટકતાં નથી. હનુમાનજીની આરાધના સૌથી વધારે એવા લોકો કરે છે જેને શનિ દેવ નડતાં હોય. એટલે કે જે જાતકને સાડાસાતી, પનોતી જેવી સમસ્યાઓ નડતી હોય તેઓ હનુમાનજીને ભજે છે. કારણ કે એકમાત્ર હનુમાનજી જ છે જે જાતકને શનિ પીડામાંથી મુક્ત કરી શકે છે. પરંતુ શનિ પીડા સતાવતી ન હોય તો પણ હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હનુમાનજીની ભક્તિ જીવનને સાર્થક બનાવે છે. જો રોજ ભગવાનની પૂજા-અર્ચના કરવાનો સમય ન મળતો હોય તો તેમના 12 નામનો જાપ કરીને લાભ પ્રાપ્ત કરી શકાય છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજીના એવા 12 ચમત્કારી નામ છે જેનો જાપ કરવાથી ખરાબ સમય, દરિદ્રતા, ક્લેશ વગેરે દૂર થઈ જાય છે. આ બાર નામ નીચે આપેલી સ્તુતિમાં સમાવિષ્ટ છે. તો નોંધી લો આ સ્તુતિ સૌથી પહેલા. હનુમાનજીની ચમત્કારી સ્તુતિ हनुमानञ्जनीसूनुर्वायुपुत्रो महाबल:।रामेष्ट: फाल्गुनसख: पिङ्गाक्षोऽमितविक्रम:।। उदधिक्रमणश्चैव सीताशोकविनाशन:।लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।। एवं द्वादश नामानि कपीन्द्रस्य महात्मन:।स्वापकाले प्रबोधे च यात्राकाले च य: पठेत्।। तस्य सर्वभयं नास्ति रणे च विजयी भेवत्।राजद्वारे गह्वरे च भयं नास्ति कदाचन।। સ્તુતિથી થતાં લાભ આ સ્તુતિ એટલી પ્રભાવી છે કે તેનો નિયમિત જાપ કરવાથી જીવનની કોઈપણ સમસ્યા દૂર થઈ જાય છે. જીવનના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોય, કુંડળીમાં કોઈપણ ગ્રહનો દોષ હોય કે પછી અન્ય કોઈપણ કારણની સમસ્યા હોય તે આ સ્તુતિના પઠનથી દૂર થઈ જાય છે. આ પાઠ કરવા માટે કોઈ અઘરાં નિયમો પાળવા પડતાં નથી. સવારે સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ. મંદિરમાં હનુમાનજી સમક્ષ તેલનો દીવો અને ધૂપ કરવો અને હનુમાનજીનું ધ્યાન ધરી અને આ સ્તુતિનો પાઠ શ્રદ્ધાથી કરવો. આ પાઠ શરૂ કર્યાના ગણતરીના દિવસોમાં જ તમને તેનું ફળ મળી જશે.