ન મુખ છુપાકે જીયો – દરેક માતા પિતા અને તેમની દીકરીઓ પણ ખાસ વાંચે આ વાર્તા
શરદ ઓફિસમાં હતો ને એના મોબાઈલ ની રીંગ વાગી. એણે જોયું તો એના ફ્રેન્ડ સુહાસનો ફોન હતો.-બોલ સુહાસ, આજે આ કામના ટાઈમે કેમ યાદ કર્યો?-શરદ, બધા કામ છોડીને તરત આરોગ્યધામ હોસ્પિટલ આવી જા.-શું થયું? કોઈને એક્સીડન્ટ થયો છે?-ઇશા, ઈશાને હોસ્પીટલમાં દાખલ કરી છે.-ઈશાને? એને શું થયું છે? શરદ નો જીવ અધ્ધર થઇ ગયો.-ટેન્શન ન લે, શી ઈઝ ફાઈન. તું આવ એટલે બધી વાત કરું. સુહાસે ફોન કટ કર્યો.શરદ બધા કામો પડતા મુકીને હોસ્પિટલ પહોચ્યો. સુહાસ લોબીમાં એની રાહ જોતો હતો.-સુહાસ, પ્લીઝ કહે તો ખરો કે ઈશાને શું થયું છે?-ઇશા મોબાઈલ પર વાત કરતી હતી, તે વખતે ઘરના દાદર પરથી પડી ગઈ. એ તો સારું થયું કે કામવાળી ચમ્પા હાજર હતી, એ અમને બોલાવવા આવી અને હું અને સુષ્મા એને અહી લઇ આવ્યા એટલે તરત સારવાર મળી ગઈ.-‘થેક્સ દોસ્ત.’ શરદે કહ્યું. સુહાસ શરદને ઈશા જે રૂમમાં હતી ત્યાં લઇ ગયો. શરદે જઈને ઇશાને માથે હાથ મુક્યો અને પછી એની પાસે બેસીને એનો હાથ પસવારવા માંડ્યો. ઈશાએ એની તરફ જોયું અને મ્લાન હાસ્ય કર્યું પછી પીડાથી ઉંહકારો કર્યો અને આંખો બંધ કરી, એની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. શરદે ઈશાના આંસુ લૂછ્યા.-ડોક્ટર સાહેબે મળવા બોલાવ્યા છે, સુષ્માએ ધીરે રહીને શરદને કહ્યું. શરદ ઉઠ્યો એટલે સુહાસ પણ એની સાથે જવા ઉભો થયો. બંને ડોક્ટરની કેબીનમાં ગયા. શરદે ઈશાના પતિ તરીકેની પોતાની ઓળખાણ આપી અને ઇશા વિશે પૂછ્યું એટલે ડોકટરે કહ્યું, -ઈશાને મિસકેરેજ થયું છે, અને પ્રોબ્લેમ એ છે કે એ હવે પછી એ ક્યારેય મા બની શકશે નહિ. આ સાંભળીને શરદને માથે જાણે આભ તૂટી પડ્યું, એ હતાશ થઇ ગયો, એને થયું કે પોતે આ સમાચાર ઈશાને કઈ રીતે આપશે? સાંભળીને ઇશા પર એની શું અસર થશે? ડોકટરે અને સુહાસે એને હિમ્મત આપી. શરદ રૂમમાં આવ્યો એટલે ઈશાએ માંડ ખાળી રાખેલા આંસુ ફરી વહી નીકળ્યા.-શરદ, મારા પપ્પા…. ઇશાએ રડતા રડતા વાત કરી, હિબકાને લીધે એ વધુ બોલી ન શકી.-શું થયું તારા પપ્પાને?-પપ્પા ઈઝ નો મોર નાવ..-ઓહ ગોડ ! શું થયું હતું એમને? શરદે સહાનુભૂતિથી પૂછ્યું.-એમણે આત્મહત્યા કરી.-વ્હોટ? ક્યારે? શાના માટે? શરદ અધીરાઈથી પૂછી બેઠો.-શેરબજારમાં એમને ભારે ખોટ ગઈ હતી, એટલે લેણદારોથી બચવા એમણે ગઈ કાલે જ આત્મહત્યા કરી.-તને કઈ રીતે ખબર પડી?-મારી ખાસ ફ્રેન્ડ હેમા નો ફોન આવ્યો એટલે મને જાણ થઇ. ખરેખર તો હું એ સમાચાર સાંભળીને બેધ્યાન થઇ ગઈ અને દાદર પરથી પડી ગઈ. શરદ, મારા લીધે જ આ બધું બન્યું છે, ભગવાન મને કદી માફ નહિ કરે. ઇશા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.-ઇશા, અફસોસ ન કર. જે કઈ બનવા ધાર્યું હોય એ જ બને છે, આમાં તારો કોઈ વાંક નથી.શરદે ભલે કહ્યું કે ‘આમાં તારો કોઈ વાંક નથી’ પણ ઇશા સારી રીતે જાણતી હતી કે આમાં એનો પોતાનો કેટલો વાંક છે. એને યાદ આવી ગયો પોતે ભાગીને લગ્ન કર્યા હતા એ દિવસ. ઇશાએ પોતે શરદના પ્રેમમાં છે એ વાત મમ્મી પપ્પાથી છુપાવી હતી, કારણકે એ જાણતી હતી કે આ લગ્નને મમ્મી પપ્પા કદી મંજુરી નહિ આપે. અને એનું કારણ પણ સ્પષ્ટ હતું, શરદ પરિણીત હતો, એટલું જ નહિ એ એક બાળકીનો પિતા પણ હતો. એ વાત જુદી હતી કે એને એની પત્ની સાથે ફાવતું નહોતું એટલે બંને જુદા રહેતા હતા, બાળકી એની પત્ની પાસે હતી. છૂટાછેડા ની અરજી કરી હતી પણ છૂટાછેડા હજી મળ્યા નહોતા. પણ એક દિવસ ખબર નહિ ક્યાંકથી મમ્મી પપ્પાને આ વાતની ખબર પડી જ ગઈ. એમણે ઓળખીતા મારફત શરદની જાણકારી મેળવી, પછી તો ઘરમાં મહાભારત સર્જાઈ ગયું. ‘તારી અક્કલ બહેર મારી ગઈ છે કે તેં આને પસંદ કર્યો?’ ‘આના સિવાય તને બીજો કોઈ મળ્યો નહિ?’ ‘તને આવા સાથે પરણાવવા કરતા તો કુવામાં ધકેલી દેવી સારી.’ વગેરે વગેરે… પહેલા ઝઘડા, પછી ધમકી અને પછી સમજાવટ. શરુ શરૂમાં ઈશાએ બહુ દલીલો કરી, પછી એ ચુપ થઇ ગઈ. થોડા જ દિવસોમાં મમ્મી પપ્પાએ એને માટે છોકરો શોધવાનું શરુ કરી દીધું. ત્રણ ચાર છોકરાઓની માહિતી મેળવ્યા પછી એક દિવસ છોકરાની મુલાકાત પણ ગોઠવાઈ ગઈ.અત્યાર સુધી ચુપ રહેલી ઈશાને લાગ્યું કે હવે પાણી માથાથી ઉપર જતા રહ્યા છે, કઈ કરવું જોઈએ. એણે શરદને વાત કરી, શરદે બધી વ્યવસ્થા ગોઠવી દીધી. અને જે દિવસે ઇશાની અક્ષય સાથે મુલાકાત હતી એ જ દિવસે ઇશા પોતાનો પાસપોર્ટ અને ક્રેડીટ કાર્ડ લઈને ભાગી ગઈ. એ દિવસે ઘરમાં શું થયું હશે? મમ્મી પપ્પા વચ્ચે કેવો સંવાદ થયો હશે? જે ચિત્ર ઇશાની કલ્પનામા બરાબર બેસતું હતું એ નીચે મુજબ જ ભજવાયું હતું : -બીરેન, સાંજે ઘરે આવે ત્યારે ‘ગોકુલ ચવાણા એન્ડ સ્વીટ’ માંથી સમોસા- પાતરા અને ગુલાબજાંબુ લાવવાનું ભૂલતો નહિ. અને ૬ વાગ્યા સુધીમાં ઘરે આવી જજે. રીમાએ બીરેનની ઓફિસમાં ફોન કરીને સૂચના આપી.-ઓકે મેડમ, આપકા હુકમ સર આંખો પર. બીરેને એની હંમેશની મજાકિયા શૈલીમાં કહ્યું અને ઉમેર્યું –-રીમા, ઈશાને પણ ટાઈમસર ઘરે આવવાનું કહી દેજે. અને એકવાર સુરેખાબેનને ફોન કરીને જાણી લેજે કે એ લોકો અક્ષયને લઈને કેટલા વાગ્યે આવવાના છે. હું સનતભાઈને આપણું એડ્રેસ SMS કરી દઉં છું.-જો હુકમ મેરે આકા. રીમાએ પણ વળતી રમુજ કરતા કહ્યું.બીરેન અને રીમાની એક ની એક દીકરી ઇશા ને જોવા આજે સુરેખાબેન અને સનતભાઈ પોતાના દીકરા અક્ષય સાથે આવવાના હતા. એન્જીનીયર બનીને ઇશા બે મહિના પહેલા જ એક કંપનીમાં જોબમાં જોડાઈ હતી. જ્યારે અક્ષય ડોક્ટર હતો અને બે વર્ષથી એક હોસ્પીટલમાં પ્રેકટીસ કરતો હતો. છોકરા – છોકરીના બાયો ડેટા એક્સચેન્જ કર્યા હતા અને બંને પાર્ટીને સામી પાર્ટી પસંદ આવી હતી. એકવાર છોકરા છોકરી મળીને એકબીજાને પસંદ કરી લે એટલે વાત આગળ ચાલે એમ વિચારી આજે મુલાકાત ગોઠવી હતી. -બધું સમું સુતરું પાર ઉતારજે મા, વાત પાકી થઇ જાય તો અંબાજી દર્શન કરવા આવીશ. મનમાં ને મનમાં માનતા માનીને રીમાએ દીકરીના ઉજ્જવળ સાંસારિક ભવિષ્ય માટે ઘરના મંદિરમાં દીવો કર્યો.-અમારા આગ્રહથી ઇશા પરાણે છોકરો જોવા તો તૈયાર થઇ છે પણ… રીમાને અમંગળ વિચારો આવી રહ્યા હતા. એણે જાપ કર્યા, માળા કરી, મન થોડું સ્થિર થયું એટલે સુરેખાબેનને ફોન કરીને એમના આવવાનો સમય જાણી લીધો. પછી ઈશાને ફોન કરી સમયસર ઘરે આવી જવાનું કહ્યું.-મમ્મી, હું કામમાં બીઝી છું, હું સમયસર ઘરે આવી જઈશ, પણ હવે ફોન કરી મને ડીસ્ટર્બ કરીશ નહિ. ઈશાએ કહ્યું.-ડીસ્ટર્બ તો તેં અમને કરી નાખ્યા છે, રીમાના હોઠ સુધી શબ્દો આવી ગયા, પણ એણે સંયમ રાખીને ફક્ત ‘ઓકે’ કહ્યું.એણે મહેમાનોની આગતા સ્વાગતાની તૈયારી અને ઘરની વ્યવસ્થા મા મન પરોવ્યું. બરાબર છ ના ટકોરે બીરેન રીમાએ મંગાવેલ ચીજ વસ્તુઓ સાથે ઘરમાં દાખલ થયો.-ઇશા આવી ગઈ છે? એને પેકેટ્સ ડાઈનીગ ટેબલ પર મુકતા પૂછ્યું.-ના, હજી નથી આવી.-ઠીક છે, તું એને ફોન કરીને કન્ફર્મ કર, હું જરા ફ્રેશ થઈને આવું છું.રીમાએ ઈશાને ફોન … Read more