તમારી હાથની રેખાઓમાં છે ધનવાન બનવાની રેખા… વાંચો અને જાણો

In the lines of your hands are the lines of becoming rich

દરેક વ્યક્તિની હથેળીમાં અનેક રેખાઓ હોય છે. હથેળીની આવી રેખાનો સંબંધ વ્યક્તિના ભાગ્ય સાથે પણ હોય છે. હસ્ત રેખા શાસ્ત્ર વિશે તમે સાંભળ્યું પણ હશે. હથેળીની રેખા અને તેના પરના નિશાન પરથી વ્યક્તિના ભવિષ્યની મહત્વની વાતો પણ જાણી શકાય છે. હસ્ત રેખાઓના અભ્યાસથી ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જાણકારી મેળવી શકાય છે. ઉપરાંત એ પણ જાણી શકાય છે કે વ્યક્તિ કેવા વિચારો કે વ્યક્તિત્વ ધરાવે છે. તમારી હાથની રેખાઓમાં છે ધનવાન બનવાની રેખા વ્યક્તિના માન-સન્માન, આર્થિક સ્થિતી અને અન્ય મહત્વની બાબતો હથેળી પર આવેલી સૂર્ય રેખા પરથી જાણી શકાય છે. આ રેખા અનામિકા આંગળીની બરાબર નીચેના ભાગે સૂર્ય પર્વત પર હોય છે. આ કારણે તેને સૂર્ય રેખા કહે છે. જો કોઈ વ્યક્તિના હાથમાં આ રેખા દોષરહિત હોય તો તેને જીવનમાં ભરપૂર માન-સન્માન અને પૈસા પ્રાપ્ત થાય છે.

આપણા ભારતનું આ મંદિર છે ખૂબ રહસ્યમય તમે જાણતા હતા આ માહિતી

This temple of India is very mysterious

કેરળ રાજ્ય સૌંદર્ય અને મંદિરો માટે પ્રખ્યાત છે. તેમાં સૌથી વધારે પ્રખ્યાત છે કેરળના તિરુવનન્તપુરમમાં આવેલું પદ્મનાભસ્વામી મંદિર. આ મંદિર દેશ-વિદેશમાં પણ ખાસ કારણથી પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શનાર્થે પણ આવે છે. આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની ખાસ મૂર્તિ સ્થાપિત છે. દેશભરમાં આવેલા ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિરોમાંથી એક છે આ મંદિર. એટલું જ નહીં આ મંદિર વિશ્વનું સૌથી અમીર મંદિર પણ છે. જો કે આ મંદિર સાથે કેટલીક રહસ્યમયી વાતો પણ જોડાયેલી છે. આ મંદિરમાં અંદાજે 1,32,000 કરોડની મૂલ્યવાન સંપત્તિ હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે 18મી સદીમાં ત્રાવળકોરના રાજાઓએ પદ્મનાભ મંદિર બનાવડાવ્યું હતુ. 1750માં મહારાજ માર્તંડ વર્માએ પોતાની જાતને પદ્મનાભ દાસ તરીકે ઓળખાવ્યા હતા, જેનો અર્થ થાય છે પ્રભુના દાસ. ત્યારપછીથી અહીંના શાહી પરિવારે પોતાના કુટુંબને ભગવાન પદ્મનાભને સમર્પિત કરી દીધી હતી. આ ઉપરાંત ત્રાવણકોરના રાજાઓએ પોતાની સંપત્તિ પણ પદ્મનાભ મંદિરમાં સોંપી દીધી હતી. ભારતનું આ મંદિર છે ખૂબ રહસ્યમય ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ પણ આ મંદિરની જવાબદારી સરકારે શાહી પરિવારને જ સોંપી રાખી હતી. સમય પસાર થવાની સાથે આ મંદિરના ગુપ્ત રૂમના દરવાજા ખોલવાની વાતે વેગ લીધો. આ વાત જ્યારે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ત્યાર પછી કોર્ટના આદેશથી આ ખાસ રૂમના દરવાજા ખોલવામાં આવ્યા. આ ચર્ચાઓ વચ્ચે જ્યારે મંદિરના 6 દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી 1,32,000 કરોડના સોનાના ઘરેણા મળી ચુક્યા છે. આ મંદિરનો સાતમો દરવાજો હજુ સુધી બંધ જ છે. આ દરવાજો પણ ખાસ હોવાનું કહેવાય છે. કારણ કે આ દરવાજામાં કોઈ જ પ્રકારનું તાળું લગાવેલું નથી. દરવાજા પર બે સાપની પ્રતિકૃતિ છે. કહેવાય છે કે આ દરવાજા ગરુડ મંત્ર બોલીને જ ખોલી શકાશે. એટલું જ નહીં આ મંત્રોચ્ચાર કોઈ સિદ્ધ પુરુષે સ્પષ્ટ ઉચ્ચારણ સાથે કરવો પડશે. જો મંત્ર બોલવામાં કોઈ ભુલ થઈ તો દરવાજો ખુલશે તો નહીં પરંતુ મંત્ર બોલનારનું મૃત્યુ જરૂરથી થઈ જશે. મંદિરના સાતમા દરવાજા અંગેની ચર્ચા કેટલી સાચી છે તે કહી શકવું મુશ્કેલ છે પરંતુ આ મંદિરમાં રાખવામાં આવેલા ખજાનાની વાત સાચી પડી હોવાથી ચમત્કારી સાતમા દરવાજાની વાતને પણ લોકો સાચી છે.

આપણા દેશમાં જ આવેલી આ જગ્યા પર આપણને જ એન્ટ્રી નથી આપતા

aapana-deshama-j-nathi-malati-entry

તમે ભારતીય હોવ કે ન હોવ, આજનો આ લેખ તમને બધાને લાગુ પડે છે ! એક ભારતિય તરીકે આપણે હવે તો ‘બેન’ એટલે કે પ્રતિબંધ નામની ટર્મને તો સારી રીતે સમજીજ ગયા હોઈશું. પણ શું તમને એ ખબર છે કે આપણા જ દેશમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં આપણને જ પ્રવેશ આપવામાં નથી આવતો ? એક ભારતીય પાસપોર્ટ, એક વોટર આઇડી કાર્ડ કે પછી આધાર કાર્ડ પણ તમને અહીં પ્રવેશવામાં મદદરૂપ નહીં થઈ શકે, કારણ કે, તમારો અહીં પ્રવેશ નિષેધ છે. અહીં માત્ર વિદેશીઓને જ પ્રવેશવા દેવામાં આવે છે ! 1. ઉનો-ઇન હોટેલ, બેન્ગલુરુ આ હોટેલ નીપ્પોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા 2012માં ખોલવામાં આવી હતી. આ હોટેલ બાંધવાનો ઉદ્દેશ શહેરમાં વધતી કોર્પોરેટ જાપાનીઝ વસ્તીની જરૂરિયાતોને પોષવાનો હતો. આ હોટેલ 2014માં લાઇમ લાઇટમા ત્યારે આવી જ્યારે તેની ધાબા પરની રેસ્ટોરન્ટમાં ભારતીય લોકોને નહીં પ્રવેશવા દેવાના અસંખ્ય પ્રસંગો બનવા લાગ્યા. ત્યાર બાદ થોડાં જ દિવસોમાં વંશિય ભેદભાવના આધારે ગ્રેટર બેંગલોર સિટી કોર્પોરેશન દ્વારા તેને બંધ કરી દેવામાં આવી. 2. ફ્રી કસોલ કાફે, કસોલ કસોલના કુદરતી સૌંદર્યો, અનોખી ખીણો માટે પ્રવાસીઓ માટે તે આકર્ષણની જગ્યા છે. આ જગ્યા ઇઝરાયેલ વાસીઓનું પણ પ્રિય સ્થળ છે કારણ કે અહીંનું ઇઝરાયેલી ક્યૂઝિન પ્રખ્યાત છે. ફ્રી કસોલ કાફેમાં માત્ર વિદેશી પાસપોર્ટ ધરાવતા લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે અને તેમને ભારતીય લોકોને સેવા આપવામાં કોઈ જ રસ નથી.જો કે એક સ્ત્રી જર્નાલિસ્ટને ત્યાં નહીં પ્રવેશવા દેવામાં આવતા તેમજ ભારતીયોને સેવા નહીં આપવા બાબતે આ કાફેની ઘણી સમીક્ષા કરવામાં આવી. જો કે તેના માલિકે આ બધી જ અફવાઓને રદિયો આપ્યો હતો, જો કે ફ્રી કસોલ કાફે વિષે ઉડેલી વાતો આજે પણ તેટલી જ મુંઝવણભરી છે. 3. “ફોરેનર્સ ઓન્લી બિચીઝ”, ગોઆ આપણે બધા જાણીએ છીએ તેમ ગોઆ પોતાના શાંત-ચિત્ત તેમજ મુક્ત વાતાવરણ માટે જાણીતું છે. અહીં કેટલાક એવા લોકો છે જે પોતાના અંગત સમુદ્રકાંઠાઓની માલિકી ધરાવે છે અને તે લોકો માત્ર વિદેશીઓને જ ત્યાં પ્રવેશ આપે છે. તેમનો એવો આરોપ છે કે ભારતીયો બિકિનીમાં ફરતી વિદેશી સ્ત્રીઓને તાકી રહે છે અને તે કારણસર તેઓ પોતાની જાતને અસહજ અનુભવે છે ! હવે આવી બાબતમાં તો આપણે કેવી રીતે દલીલ કરી શકીએ ! 4. ‘લોજ’, ચેન્નેઈ u‘હાઇલેન્ડ્સ’નામના તખ્ખલુસથી જાણીતી આ લોજ જો કે પોતાનું નામ ક્યારેય જાહેર કરવા માગતી નથી. આ સ્થળ એક ભૂતપૂર્વ નવાબનું ઘર છે, અને આ લોજમાં પણ માત્ર વિદેશી પાસપોર્ટ ધરાવતા લોકોને જ સેવા આપવામાં આવે છે.5. “ફોરેનર્સ ઓન્લી” બીચીઝ, પોન્ડીચેરી ભારતમાં ગોઆ બાદ, પોન્ડીચેરીના રળિયામણા સમુદ્ર કાંઠાઓ ખુબ જ પ્રખ્યાત છે. તે એટલા સૌંદર્યવાન છે કે તેમાંના કેટલાકને તો માત્ર વિદેશીઓ માટે જ રિઝર્વ રાખવામાં આવ્યા છે. તેમાંના કેટલાક પર તો જાણે “ઓન્લી ફોર ફોરેનર્સ”નો થપ્પો જ મારી દેવામાં આવ્યો છે. 6. સકુરા ર્યોકાન રેસ્ટોરન્ટ, અમદાવાદ ખ્યાલ નહોતો કે અમદાવાદમાં પણ આવી કોઈ જગ્યા હશે. આ એક ખુબ જ લો પ્રોફાઈલ જગ્યા છે અને તેમાં માત્ર જાપાનીઝ લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે. જો કે તમને એ જાણીને અતિ આશ્ચર્ય થશે કે તેનો માલિક એક ભારતીય છે ! હવે આ બધી જગ્યાઓ કે જ્યાં ભારતીયોને પ્રવેશવા દેવામાં નથી આવતા તે ખરેખર આપણા મનમાં ત્યાં જવાની ઉત્તેજના જગાવી રહી છે.

પરીક્ષામાં ૯૯% કેવી રીતે લાવવા?? આજે વાત વિદ્યાર્થીની મુંજવણની…

How to get 99% in exam

આજ એક સરસ મજા નો ટોપીક મળી ગયો. મારે ધોરણ 12 માં 88% ( વર્ષ 2007) આવ્યા . બોર્ડ માં નંબર આવ્યો. છાપાંમાં ફોટો આવ્યો .આર્ટિકલ છાપામાં આવ્યું. ત્યારે અને અત્યારે ઘણા વિદ્યાર્થીઓ અને માતા – પિતા સમાન વડીલો મને પૂછતાં હોય કે અભ્યાસમાં સારા ટકા કેમ લઈ આવવા ? આજ આટલા વર્ષો પછી આનો જવાબ લખી રહ્યો છું. સફળતા રાતોરાત દેખાય છે પણ મળતી નથી.આજ વાક્ય માં 99% કેમ લઇ આવવા એનો જવાબ છે. બોર્ડનું પરિણામ આવે ને દેખાય કે આને આટલા ટકા આવ્યા કે બહુ સરસ પરિણામ આવ્યું.પણ એની પાછળ ઘણી રાતો છુપાયેલી હોય છે. આ રાતો પણ કેવી કે શંકર મનાવવા બેઠેલા એક તપસ્વી જેવી. પરીક્ષામાં ૯૯% કેવી રીતે લાવવા?? તો મિત્રો વધુ બીજી વાત નઈ કરતા મૂળ વાત પર આવીયે અને નીચે લખેલા મુદ્દાઓ અને વાતો સારામાં સારા ટકા લાવવામાં મદદરૂપ થશે. સમય નું આયોજન/ નીયમીત ટાઈમટેબલ વિદ્યાર્થી મિત્રો જો તમે નક્કી જ કરી લીધું છે કે સારા ટકા લઇ આવવા છે તો તમારે તમારીદિનચર્યાનું ટાઈમટેબલ બનાવવું જ રહ્યું . સવારે ઉઠવાથી માંડીને રાતે સુવા સુધીમાં તમે ક્યુ કામ ક્યારે કરશો અને કેટલું વાંચન કરશો એ પણ નકી કરી લેવું હિતાવહ છે.બિનજરૂરી કામમાં ટાઈમ બગાડશો નહીં. કેટલું વાંચન કરવું ? આ ખુબ જ અગત્યની વાત છે. ઘણા વિદ્યાર્થી નવરાશ મળે એટલે વાંચન કરે જે સાચું નથી.તો ઘણા મિત્રો આખરી રાત વાંચન કરે જે પણ ઠીક નથી. સામાન્ય નિયમ મુજબ એક વિષય માટે એક કલાક ફાળવવી જોઈ. 10 માં ધોરણમાં 7 વિષય તો 7 કલાકનું અને 8 વિષય તો 8 કલાકનું વાંચન કરવું. પણ આ વાંચન હેલ્ધી હોય એ જરૂરી છે. વાંચન કરવાનું શક્ય હોય તો સવારે વહેલું રાખો. વાંચન માટે લખું તો આખી બુક ભરાઈ પણ અત્યારે આટલું પૂરતું છે.મારી પછીની પોસ્ટ વિદ્યાર્થીનાં વાંચન પર જ હશે. બિનજરૂરી સમય ન બગાડો ઘણા વિદ્યાર્થી મિત્રો ટીવી સિનેમા પાછળ બિનજરૂરી સમય બગાડતા હોય છે. ખાસ કરીને અભ્યાસ દરમિયાન આવા કાર્યક્રમ પાછળ સમય ન બગાડવો જોઈ . કોઈ જગ્યા પર બેસીને ગપ્પા મારવાનું ટાળવું જોઈ. ફક્ત ધ્યાન અભ્યાસ લક્ષી જ હોવું જોઈ. એ પણ વાંચન લેખન અને અભ્યાસનો મહાવરો. ઘરે સમયસર પહોંચી વાંચન કરવું જોઈ. ખરાબ મિત્રો ની સંગત ટાળો ઘણા મિત્રો એવા હોય કે તમારૂં વાંચન લેખન ચાલુ હોય ત્યારે બિનજરૂરી ફોન કરે.ગપ્પા મારવા આવે. ફિલ્મ જોવા લઈ જાય અને કહે કે ભણવાથી કોનાં ઘર મોટા થયા છે ? આવા મિત્રો થી દૂર રહેવું ફાયદાકારક છે. આવા મિત્રો નઈ ભણે કે તમને નઈ ભણવા દે. મિત્રો હોવા જોઈ પણ કારકિર્દીના ભોગે નઈ. Friend is Shadow of life but they should good. લેખન (practise) વાંચન સાથે લેખન પણ જરૂરી છે.તમને માર્ક્સ મળવાના છે ત્રણ કલાક લખેલા પેપરને આધારે . તમને જો બધું જ આવડતું હશે પણ લેખનનો મહાવરો નહિ હોય તો સારા ટકા કે સારા માર્ક્સ નઈ જ આવે. વર્ષ ની શરૂઆતથી જ લખવાનું રાખો. દરરોજ એક પેપર લખવાની પ્રેક્ટિસ કરો. પરીક્ષા ને એક મહિનાની વાર હોય ત્યારે 2 પેપરની પ્રેક્ટિસ કરવી જોઈ. પેપર લખતા હોય ત્યારે ઉભા થવાનું તાળો. પેપર સ્ટાઇલ મારી દ્રષ્ટિએ આ ખુબ જ અગત્ય નો મુદ્દો છે. આ પેપર સ્ટાઇલ જ તમને સારા માર્ક્સ અપાવશે. પુત્રના લક્ષણ પારણામાંથી એમ સારા માર્ક્સના લક્ષણ સારી પેપર સ્ટાઈલ માંથી જ. તમારો ઉત્તર માર્ક્સ મુજબ હોવો જોઈએ . માર્ક્સ મુજબ બહુ નાનો નહિ કે બહુ મોટો નહિ. વળી ઉત્તર પણ મુદ્દાસર લખવા જોઈ. શક્ય હોય તો મુદ્દા લખવા માટે અલગ પેનનો ઉપયોગ કરવો. મારે ધોરણ 12 માં અર્થશાસ્ત્ર વિષયમાં 98 માર્ક્સ આવ્યા (2007માં)અને બોર્ડે એ પેપર નમૂના તરીકે છાપીને આખા ગુજરાતમાં નમૂના બુકમાં સર્કયુલેટ કર્યુ એ પેપર આપ જોશો તો આ મુદ્દો વધુ સ્પષ્ટ થશે. કેવી બૂક્સ વસાવવી ? ઘણા વિદ્યાર્થી મિત્રો એક જ વિષયની ચાર પાંચ બુક લેતા હોય છે. એવું કરવાને બદલે પાઠ્યપુસ્તક પર વધુ ભાર આપવો જોઈ. બીજા પ્રકાશનની બુકની માહિતી તમને ગેરમાર્ગે દોરશે. ઘણા ટ્યુશન ક્લાસમાં ધોરણ 11 અને 12 માં કોલેજનું ભણાવે .મિત્રો એવું કરવાથી ટાઈમ બગાડ્યા સિવાય બીજું કંઈજ હાથમાં નઈ આવે. મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો તમારી 4 થી 5 વર્ષની મહેનત તમારા 40 થી 50 વર્ષ સુધારી દેશે ને 4 થી 5 વર્ષની મોજ 40 થી 50 વર્ષ બગાડી દેશે.તો તમે જ નકકી કરી લો તમારે શું કરવું છે એ. તમારા અભ્યાસ અને તમારા 99 % પર તમારા માતા-પિતાના કેટલાય સ્વપ્નો છુપાયેલા છે.તમારા કુટુંબ અને ભાઈ- બહેનની જવાબદારી છુપાયેલી છે જે તમને અત્યારે નહિ પણ ભવિષ્યમાં સમજાશે. તો મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો હવે સમય બગાડ્યા વગર કરી દો વાંચન, લેખન અને મહાવરાના શ્રી ગણેશ. 99% માટે All the best.

તમારા પર પણ લક્ષ્મીજી ચાર હાથે વરસાવશે ધન, એવો ચમત્કારી છે આ ઉપાય

Talakshmiji will shower wealth, this remedy is so miraculous

ધનનો અભાવ એવી સમસ્યા છે જેમાં ફસાયેલી વ્યક્તિ કોઈપણ અનર્થ કરી શકે છે. જો જીવનયાપન કરવા માટે પૂરતા પ્રમાણમાં ધન વ્યક્તિ પાસે ન હોય તો તે ન કરવાના કામ કરીને પણ ધન કમાવાની લાલચમાં આવી જાય છે અને પાપના માર્ગે ચાલવા લાગે છે. આવા માર્ગ પર ચાલનાર ક્ષણિક લાભ મેળવે તો પણ તેનું પરિણામ તો ખરાબ જ આવે છે. પરંતુ આપણે અહીં વાત એવા ઉપાયની કરવાની છે જે કોઈપણ જાતકને પતનના માર્ગેથી પણ પરત લાવી શકે છે. જી હાં શિવરાત્રિ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે તમે પણ આ ઉપાયનો લાભ લઈ શકો છો. ભગવાન ભોળાનાથ ભક્તોની પીડા હરવા માટે તત્પર રહે છે. તેમની ભક્તિ શ્રદ્ધાથી કરનારને તેનું ફળ અચૂક મળે છે. તો આ વર્ષે શિવરાત્રિ માત્ર ઉપવાસ અને શિવપૂજા કરીને નહીં પણ એક શુભ શરૂઆત કરીને ઉજવો. આ શુભ શરૂઆત છે દારિદ્રત દહન સ્તોત્રનો પાઠ. આ પાઠ નિયમિત રીતે બોલવાથી ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ રહે છે અને દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય છે. એટલા માટે જ આ સ્તોત્રને દારિદ્ર દહન સ્તોત્ર કહેવામાં આવે છે. આમ તો આ પાઠ કરવાની શરૂઆત કોઈપણ વારથી તમે કરી શકો છો પરંતુ મહાશિવરાત્રિનો પર્વ આવે જ છે તો તે દિવસથી જ કરજો આ શુભ શરૂઆત જેથી શિવકૃપાથી તમારા જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ ટકી રહેશે. દારિદ્રદહન સ્તોત્ર વિશ્વેશ્વરાય નરકાર્ણવ તારણાયકર્ણામૃતાય શશિશેખર ધારણાય |કર્પૂરકાન્તિ ધવળાય જટાધરાયદારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 1 || ગૌરીપ્રિયાય રજનીશ કળાધરાયકાલાન્તકાય ભુજગાધિપ કંકણાય |ગંગાધરાય ગજરાજ વિમર્ધનાયદારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 2 || ભક્તપ્રિયાય ભવરોગ ભયાપહાયઉગ્રાય દુઃખ ભવસાગર તારણાય |જ્યોતિર્મયાય ગુણનામ સુનૃત્યકાયદારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 3 || ચર્માંબરાય શવભસ્મ વિલેપનાયફાલેક્ષણાય મણિકુંડલ મંડિતાય |મંજીરપાદયુગળાય જટાધરાયદારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 4 || પંચાનનાય ફણિરાજ વિભૂષણાયહેમાંકુશાય ભુવનત્રય મંડિતાયઆનંદ ભૂમિ વરદાય તમોપયાય |દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 5 || ભાનુપ્રિયાય ભવસાગર તારણાયકાલાન્તકાય કમલાસન પૂજિતાય |નેત્રત્રયાય શુભલક્ષણ લક્ષિતાયદારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 6 || રામપ્રિયાય રઘુનાથ વરપ્રદાયનાગપ્રિયાય નરકાર્ણવ તારણાય |પુણ્યાય પુણ્યભરિતાય સુરાર્ચિતાયદારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 7 || મુક્તેશ્વરાય ફલદાય ગણેશ્વરાયગીતાપ્રિયાય વૃષભેશ્વર વાહનાય |માતંગચર્મ વસનાય મહેશ્વરાયદારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય || 8 || વસિષ્ઠેન કૃતં સ્તોત્રં સર્વરોગ નિવારણમ |સર્વસંપત્કરં શીઘ્રં પુત્રપૌત્રાદિ વર્ધનમ |ત્રિસંધ્યં યઃ પઠેન્નિત્યં ન હિ સ્વર્ગ મવાપ્નુયાત || 9 || || ઇતિ શ્રી વસિષ્ઠ વિરચિતં દારિદ્ર્યદહન શિવસ્તોત્રમ સંપૂર્ણમ ||

દુબઈના આ બહેન-ભાઈ એ YouTube થી કમાવ્યા ૨૦૦ કરોડ જાણો એવું તો શું કરે છે? જાણવા જેવું

These siblings from Dubai earned 200 crores from YouTube

લેના રોઝ દુબઈમાં રહે છે લેના રોઝની નેટ વર્થ લગબગ 3 મિલિયન ડોલર એટલે કે 30 લાખ યુએસ ડોલર એટલે કે લગભગ 200 કરોડ છે. તો ચાલો જાણીએ દુબઈની આ યુ-ટ્યુબ કરોડપતિ વ્લોગર વિષે. તેણીનો જન્મ દુબઈમાં થયો હતો. અને તેણીએ પોતાનો અભ્યાસ લંડનમાં પૂર્ણ કર્યો હતો અને પાછી દુબઈ આવી વસી છે. જો તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવતા હશો અને જો વિશ્વની મોટી મોટી સેલિબ્રિટીની લાઇફસ્ટાઇલ અને અપડેટ્સ ફોલો કરવાનું પસંદ કરતા હશો તો તમારા માટે લેના રોઝ કંઈ અજાણ્યું નામ ન હોવું જોઈએ. તેણીનું સાચું નામ છે પેરિસ્મા બેરેઘડેરી છે અને તેણી ખ્યાતનામ યુટ્યુબ વ્લોગર મો વ્લોગની બહેન છે જેનું મૂળ નામ છે મોહમદ બેરેગડેરી છે. તેઓ દુબઈમાં પોતાની માતા, નાદેરાહ સામિમિ ઉર્ફે નાદિયા સાથે રહે છે. તેમની માતાને લોકો મમ્મી મો તરીકે પણ ઓળખે છે. લેના રોઝ અને મો વ્લોગ પોતાનો અભ્યાસ કરવા લંડન સ્થાયી થયા હતા ત્યાર બાદ પોતાનો અભ્યાસ પુરો કરી તેઓ ફરી પાછા દુબઈ આવી ગયા હતા. કોઈ અજાણ્યા કારણસર તેઓ પોતાના પિતા ઇસ્માઇલ બેરેઘડેરી સાથે નહોતા રહેતા. તેણે જો કે ક્યારેય પોતાના એકપણ વિડિયોમાં પણ પિતાનો ઉલ્લેખ નથી કર્યો કે ક્યારેય તેના વિડિયોમાં તેના પિતા જોવા મળ્યા છે. દુબઈના આ બહેન-ભાઈ એ YouTube થી કમાવ્યા ૨૦૦ કરોડ આજે અમે તમને લેના રોઝ વિષેની કેટલીક હકીકતો જણાવવા જઈ રહ્યા છીએ. લેના રોઝ એક પ્રખ્યાત સોશિયલ સ્ટાર છે તેણી એક આર્ટિસ્ટ, વ્લોગર, અને બિઝનેસવુમન છે. આ ઉપરાંત તેણી એક ખ્યાતનામ યુટ્યુબર મો વ્લોગની બહેન પણ છે. લેના પ્રખ્યાત અને ધનાડ્ય યુટ્યુબરોમાંની એક છે. લેના રોઝને ખ્યાતી પોતાના મેકઅપ ટ્યુટોરિયલ્સ વિડોયોઝથી મળી છે. તેણી અવારનવાર પોતાના આ વિડિયોઝ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. પણ તેણી પાસે માત્ર આ જ એક ટેલેન્ટ નથી. તેણી મેકઅપ આર્ટીસ્ટ ઉપરાંત એક પ્રોફેશનલ ઓઇલ પેન્ટ આર્ટીસ્ટ પણ છે. તમે બધા જાણતા હશો કે લેના એ ઇન્ટરનેટની પ્રખ્યાત સેલિબ્રિટી મો વ્લોગની બહેન છે. તે બન્ને પોતાનો અભ્યાસ પુરો કરવા પોતાની માતા સાથે લંડન શીફ્ટ થયા હતા. પોતાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ બન્ને ભાઈ બહેન પાછા 2015માં દુબઈ આવી ગયા હતા. લેના એક પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામર પણ છે તેણી તેના પર 700000 ફોલોઅર્સ ધરાવે છે અને સાથે સાથે તેણી યુટ્યુબ પર પણ તેટલી જ પ્રખ્યાત છે અને ત્યાં પણ પોતાની યુટ્યુબ ચેલન પર તેણી 583644 સબ્સ્ક્રાઇબર ધરાવે છે. લેના રોઝનો ભાઈ મો વ્લોગ મો વ્લોગ એ હાલ યુ ટ્યુબનો સૌથી વધારે ઝડપથી પ્રખ્યાત થઈ રહેલો દુબઈનો યુ ટ્યુબ સ્ટાર છે. તેની પેતાની યુ ટ્યુબ ચેનલ પર તે લગભગ 40 લાખ સબસ્ક્રાઇબર ધરાવે છે. તેણે હજુ 2013ના સપ્ટેમ્બરમાં જ પોતાનો પ્રથમ વિડિયો અપલોડ કર્યો હતો અને આટલા ટુંકાગાળામાં તેણે ખુબ સફળતા મેળવી છે. જો કે ઘણા ફેન્સ તેની સાથે જોક કરે છે કે તેની હોટ સિસ્ટરના કારણે તેના ફેન્સ તેની ચેનલના સબસ્ક્રાઇબર બન્યા છે. મો વ્લોગ પાસે 2016 મસ્ટાંગ GT કેલિફોર્નિયા સ્પેશિયલ મોડેલ છે. આ અદ્ભુત કાર 19-ઇંચના એલ્યુમિનિયમ વ્હિલ્સ ધરાવે છે, 5.0 લિટર V8 એન્જિન ધરાવે છે જે 435 હોર્સપાવર ધરાવે છે. મો રીસ્ટ વોચનો ખુબ શોખીન છે અને તેની પાસે કાંડા ઘડિયાળનું અદ્ભુત કલેક્શન છે. તે પોતાના બ્લોગ પર અવારનવાર પેતાની વોચ ખરીદતો વિડિયો અપલોડ કરે છે. અને લેટેસ્ટમાં લેટેસ્ટ વોચ વિષે પણ પોતાના વ્લોગ પર માહિતી આપતો વિડિયો અપલોડ કરતો રહે છે.તેના વોચના કલેક્શનમાં કાસિયો, લેવિસ વોચ, એમ્પોરીયો અરમાની વોચ, ગોલ્ડ કલરની ગેસ વોચ છે. તેના ફેન ઘણીવાર તેને ભેટો મોકલતા હોય છે પોતાના એક એપિસોડ દરમિયાન કોઈક ફેને તેની માતાને 10,000 ડોલરના બે વર્સાચે સનગ્લાસીસ ભેટ તરીકે મોકલ્યા હતા અને લેનાને પણ એક ઇમેઇલ થ્રુ એક વર્શાચે વોચ ભેટ તરીકે મળી હતી.બીજા કેટલાક પ્રસંગોમાં તેઓ પર્ફ્યુમ, આફ્ટરશેવ, ફોન કેસીસ, જ્વેલર્સ અને બીજી ઘણી બધી વસ્તુઓ જીત્યા હતા. આમ કહેવા જઈએ તો તેમને ભેટ તેમજ ઇનામ દ્વારા જેટલી વસ્તુઓ મળી હતી તેની કિંમત લગાવવી અઘરી છે. તેમ છતાં કહી શકાય કે તે હજારો પાઉન્ડની હશે. લેનાને મળેલી મોટી સફળતા બાદ લેનાએ એક લેમ્બોર્ગીની ખરીદી હતી, જે મૂળે વ્હાઇટ કલરની હતી પણ પછી તેને પર્પલ કલરથી રંગવામાં આવી હતી. તેની આ લેમ્બોર્ગીની હુરાકેનની ટોપ સ્પીડ 201 માઇલ પર અવર છે અને તે 0થી 60 માઇલ પર અવર માત્ર 3.4 સેકન્ડ્સમાં જ પહોંચી જાય છે. 2014માં ટોપ ગીયર મેગેઝીન દ્વારા આ કારને સુપર કાર તરીકે જાહેર કરવામાં આવી હતી. જો તમારી પણ આ કાર લેવાની ઇચ્છા હોય તો તમારે 241,000 થી 32000 ડોલર વચ્ચે ખર્ચવાની તૈયારી રાખવી પડશે. તેના ભાઈની વાત કરવા જઈએ તો તેનો ભાઈ વ્હાઇટ રેન્જ રોવર ધરાવે છે. તેની આ ગાડીમાં પણ ગજબના ફીચર્સ હતા જેમ કે ડ્રાઇવર્સ સીટમાં LED ડ્રાઇવર્સ, લેધર સીટ અને 5 લીટર V8 પેટ્રોલ એન્જીન. આ ઉપરાંત કારનું બીજુ એક ફીચર પણ રસપ્રદ હતું. તેમાં ડ્યઅલ વ્યુ સ્ક્રીન હતો જે દ્વારા ડ્રાઇવર પેસેન્જરને બહારના દ્રશ્ય કરતાં તદ્દ્ન અલગ દ્રશ્ય બતાવી શકે છે. આ કાર માત્ર 4.7 સેકેન્ડ્સમાં 0-60 માઇલ પર પહોંચી શકે છે.લેના રોઝની નેટ વર્થની વાત કરવા જઈએ તો તે 3 મિલિયન એટલે કે 30 લાખ એટલે કે 3 કરોડ ડોલર એટલે કે લગભગ 200 કરોડ છે. તેણીને સુપરકાર્સ ખુબ ગમે છે પણ તેણીને પ્રાણીઓ પણ તેટલા જ પ્રિય છે. તેણી માત્ર મેકઅપ અને પોતાની લાઇફસ્ટાઇલના વિડિયોઝ અપલોડ નથી કરતી પણ તેણી એક ફિટનેસ કોન્શિયસ પણ છે. તેણીને નેઇલ આર્ટ ખુબ ગમે છે અને તેણી અવારનવાર પોતાના હાથમાં મહેંદી પણ લગાવે છે.મો વ્લોગનો જન્મ યુનાઇટેડ આરબ અમિરાતમાં થયો હતો. અને તે ધર્મે મુસ્લિમ છે. મો વ્લોગ જો કે 2011માં યુ ટ્યુબ વ્લોગર બન્યો હતો અને તે તે સમયે ગેમિંગ વિડિયો બનાવતો હતો જો કે તેને તેમાં જોઈતી સફળતા નહોતી મળી. પણ કહેવાય છે ને કે ‘કોશીશ કરને વાલો કી હાર નહીં હોતી’ તેમ તેણે પર હાર ન માની અને છેવટે સફળ થઈને જ રહ્યો. જો તમે મો વ્લોગની વિડિયોઝ ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર નહીં જોતા હોવ તો તમારે તેને એકવાર જોવી જોઈએ. તે ઘણીવાર જુદા જુદા દેશો દ્વારા ખુબ જ ઓછા પ્રમાણમાં નાણા મેળવે છે. તે મોટે ભાગે તેના સબસ્ક્રાઇબર દ્વારા મોકલવામાં આવતા હોય છે ખાસ કરીને તે વિશ્વના દરેક દેશની કરન્સીનું એક કલેક્શન બનાવવા માગે છે તેમાં તેના સબસ્ક્રાઇબર તેને મદદ કરી રહ્યા છે. તેને જર્મની, કઝાકસ્તાન, ઇન્ડિયા, જાપાન, કોરિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુકે અને અન્ય ઘણાબધા દેશોના નાણા મળ્યા છે. તે વિશ્વની નાનામાં નાની કરન્સીથી માંડીને મોટામાં મોટી કરન્સીનું કલેક્શન બનાવવા માગે છે.