ફક્ત પાંચ મિનીટ લાગશે તમને આ દસ વાર્તાઓ વાંચતા

વંશને સમજાયું કે પપ્પા સાચા હતા જયારે તેને કુમાર પર કડક થવું પડ્યું. કુમારને પણ સમજાશે કે પપ્પા (વંશ) સાચા હતા જયારે તેને તેના દીકરા પર કડક થવું પડશે! “અલ્યા જીવલા, ઓજ હોન્જે વોડીમાં ઈંડોની પોર્ટી સ… ટેમ નીકોળી પોંચી જજ.” “પણ, પૈસા ચ્યોંથી આયા?” “ગોમનો દિયોર મનીયો કૈક ઈંગ્લીશ નોમથી ભંડોળ લઇ આયો સ!” “ચ્યો નોમથી?” “કૈક… હોવ, ‘આનીમલ વાલ્ફાર (animal welfare) નો નોમથી” ચંદુભાઈને કૂતરાથી સખત નફરત કોઈપણ કૂતરાને જોવે કે હાથમાં રહેલી લાકડી છુટ્ટી ફેંકે. વળી, તેમનું નિશાન અચૂક! કૂતરાના પગ પર જ વાગે અને કૂતરું લંગડું થઇ જ જાય! આજ સુધીમાં તેમણે ઓછામાં ઓછા વીસેક કૂતરાના પગ તો ભાંગ્યા જ હશે! પંચાવન વર્ષના ચંદુભાઈનો અકસ્માત થયો અને તેમના બંને પગ કપાઈ ગયા… કદાચ, ભગવાનને પણ ચંદુભાઈની જેમ. આજે શાકની લારી પર ઉભેલી, શાક વેચતી દેવીપૂજક મહિલાને ગાળોની રમઝટ બોલાવતી જોઈ, મને વિશ્વાસ બેસી ગયો કે પુરુષ જે કામ કરી શકે એ તમામ કામ, સ્ત્રીઓ, પુરુષો કરતા અનેક ગણી કુશળતાથી કરી જ શકે! વિકાસના રાજ્યમાં બે જ પક્ષનો ગજ વાગતો. એક પક્ષ સરકાર બનાવતો અને બીજો વિપક્ષમાં બેસતો. હા, ત્રણ વર્ષ પહેલા સરકારની નીતિનો વિરોધ કરવા વિપક્ષ ધરણા પર બેઠું હતું. આગલા મહિને વિપક્ષ એ જ મુદ્દે ધરણા પર બેસવાનું છે. છ મહિના પહેલા યોજાયેલી ચૂંટણીથી સરકાર બદલાઈ છે, નીતિ નહીં. આજે હું ગાડી લઈને નીકળ્યો અને થોડા દૂરથી જ રીંગરોડના ઓઢવ સર્કલ પર ટ્રાફિક જામ દેખાયો. મેં ઝડપથી ગાડી પાછી વાળી અને લાંબા પણ બીજા રસ્તે ગાડી હંકારી ગયો. સાંજે મારા મિત્ર સાથે વાત થઇ ત્યારે તેણે કહ્યું, “યાર આજે તો હું ઓઢવ સર્કલે દોઢ કલાક સુધી ફસાઈ રહ્યો હતો!”ત્યારે મને લાઈટ થઇ કે “જીવનમાં અટક્યા વગર આગળ વધતા રહેવું હોય તો ક્યારેક પીછેહટ કરી લાંબા રસ્તે પણ ચાલવું જોઈએ! ગઈકાલે હું બહાર નીકળ્યો તો અમારું શેરી કૂતરું ઘરની ઓશરીમાં પગલૂછણીયાંનું આસનીયું બનાવીને સૂતું હતું. હું ઓશરીનો દરવાજો ખોલી બહાર નીકળ્યો તો મમ્મીએ ફેંકેલ એઠવાડને આરોગવા બે ગાયો એકબીજા સામે શિંગડા ભરાવતી હતી! અત્યારે એક પુસ્તક વાંચી રહ્યો છું. તેમાં લખ્યું છે, “તમને અધુરી લાગતી સુવિધાઓ કોઈ અન્યના જીવનનો ધ્યેય હોઈ શકે છે!” સવારે ઉઠતાવેંત છાપું હાથમાં લીધું, પહેલા પાને લખ્યું હતું “ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને!” મેં પાનું ફેરવ્યું, “એલ.પી.જી. સીલીન્ડર પર મળતી સબસીડી બંધ કરવામાં આવશે!” ત્રીજા પાને લખ્યું હતું, “ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવ ઘટવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ જ ઘટાડો નહીં!” ચોથા પાને : “દૂધના ભાવમાં લિટરદીઠ બે રૂપિયાનો વધારો ઝીંકાયો!” મેં અખબાર બંધ કર્યું. વડાપ્રધાને વિદેશમાં આપેલ ભાષણની ઝલક છેલ્લા પાને છપાઈ હતી. તેમણે કહ્યું હતું, “અમારી સરકાર ગરીબોની સરકાર છે.” દરરોજ કીડીયારું ભરતા, પક્ષીઓને ચણ નાખતા, ગાયોને ઘાસ ખવડાવતા પરીક્ષિત સિંહા ખૂબ પ્રાણી પ્રેમી છે. તેમના ઘરના છજ્જા પર, ઓફિસમાં શટરની ઉપરની જગ્યામાં કે એવા ખૂણે-ખાંચરે કબૂતરના માળા હોય જ… તેઓ ક્યારેય તેને ન હટાવે. અરે, અન્ય કોઈ તે માળા હઠાવવા જાય તો પણ ગુસ્સે થઇ જાય. તેઓ ખૂબ મોટા કોન્ટ્રકટર હતા. તેમનું મુખ્ય કામ જે તે પ્લોટ પર વસેલી ઝૂંપડપટ્ટી ખાલી કરાવી તેના પર ઊંચી ઈમારતો બાંધવાનું હતું! ડૉ. શિવમોહન મિશ્રા ટર્કી ફરવા ગયા. ત્યાં કોઈ આંદોલન ચાલતું હતું. ટર્કી ઓફિસરો ગન્સ લઈને ઊભા હતા. ટોળું સુત્રોચ્ચાર કરતુ ઊભું હતું. ખટપટીયા મિશ્રા એક ઓફિસર પાસે ગયા અને પૂછ્યું, “વ્હોટ ઈઝ ધીસ ગોઇંગ ઓન?”ઓફિસરે ‘અંગ્રેજી’માં જવાબ આપ્યો, “સર, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઈંગ્લીશ. જસ્ટ સ્પીક ઇન ટર્કી!”મતલબ સાફ હતો : તમે અમારા દેશના વતની નથી તો તમારે આ બધું જાણવાની કોઈ જરૂર નથી! ફરવા આવ્યા છો તો ફરીને ચાલતી પકડો. બરાબર તે જ દિવસોમાં ભારતમાં કોઈ ઐતિહાસિક મૂવીને લઇ બબાલ મચી હતી. કોઈ એક જ્ઞાતિના લોકોને મૂવીરીલીઝ સામે વાંધો હતો. તેઓ ટોળાઓ કાઢી, તોડ-ફોડ કરી તેનો વિરોધ કરી રહ્યા હતા. એવામાં એક ફોરેનર મલ્ટિપ્લેક્સ પાસેથી પસાર થયો અને તેણે ઝનૂની ટોળાને કંઇક સુત્રોચ્ચાર કરતા જોયા. તે ખાલી એમ જ ઊભો હતો ત્યાં દૂર ઉભેલા પોલીસ કોન્સ્ટેબલનું ઘ્યાન તેના પર પડ્યું. કોન્સ્ટેબલ સામે ચાલીને તેમની પાસે ગયો અને કહેવા લાગ્યો, “ઓલ સ્ટુપિડ ફેલોઝ… ડુઈંગ ઓપોઝ ઓફ અ મૂવી… ઇટ્સ કોમન ઇન ઇન્ડિયા… એની કાસ્ટ, એની રીલિજન ડુ સેબોટેઝ ફોર નો રીઝન!”

ટીપીકલ ગુજરાતી મીડીયમમાં ભણેલા છોકરાની લવસ્ટૉરી

આપણા ગુજરાતી સ્કુલોમાં કેવું ખબર તો છે તમને, છોકરાઓ અલગ અને છોકરીઓ અલગ, એ બીજી બેન્ચમાં પહેલી સીટ પરજ બેસતી અને હુ બોય્સ સાઈડની બીજી બેન્ચ પર. એટલે અમે બાજુ બાજુમાં. એક ભાઈબંધ હતો, એ સાલ્લો હંમેશા કોશીષ કરે કે તે પહેલો આવીને મારી જગ્યાએ બેસી જાય એટલે હુ કોશીષ કરતો કે વહેલો આવી જવુ. ૧૧મું ધોરણ હતુ, મે પણ સાયન્સ લીધેલુ અને એણે પણ, બંન્ને મેથ્સમાં, ઈન્જીનિયર બનવાનું હતુ અમારે. એ પણ તમે જોવો તો, એવી સજીધજીને આવે કે વાતજ જાવા દો, જાણે હમણા કોઇના લગ્ન હોય. એનું નામ ના કીધુ નઈ મેં? સ્નેહા એનું નામ. અને હુ સ્વપ્નીલ. આ કાંઈ લવસ્ટોરી નથી. ખબર નહિ આને શું કહેવાય પણ ક્રશ સ્ટોરી? વન સાઈડૅડ ક્રશ? આઈ ડોન્ટ નો. પણ ગજ્જબ. એ આવે એટલે ક્લાસના બધા છોકરાઓની નજર એની તરફ , આવે ને બેસે..એનું બેગ રાખે અને પછી આજુબાજુ જુવે. આપણે શખ્ત લો યુ નો આંખના ખુણેથી જોઇએ પણ ખબર ન પડવી જોઇએ કે આઈમ નોટીંગ યુ. એની આંખો જુવો તો પહોળીને મોટી, આમ જાણે દુર્ગાની મુર્તીઓમાં કેવી હોય? એવી. સુંદર અને તેજસ્વી, આત્મવિશ્વાસ ભરેલી લાગે. એટલેજ મારી હિમ્મંત નહિ ચાલતી હોય.. આપણો કોન્ફીડન્સ કાચો પડે ત્યાં. એ આમ ડાબે નજર ફેરવે એટલે આપણે ક્લાસમાં ડાબી બાજુ ચોંટાડેલા ભારતના નકશાને જોવા મંડીયે, એમા જાણે નક્કી કરવાનું હોય કે ક્યાં જશુ.. કેટલુ નક્કી કરી નાખ્યુ તુ. પેલી ધુમ ફીલ્મમાં ઉદય ચોપડા નથી કરી નાખતો? છોકરા પણ.. સ્વપ્નો, ઈચ્છાઓ અને અપેક્ષાઓને ક્યાં પાંખોની જરુર છે? ઉડ્યા રાખે, મજા આપ્યા રાખે જાણે વાસ્તવીકતા હોય. કદાચ એટલેજ આપણે વાસ્તવીકતાથી ધરતી પર ઉભા રહિ જોવાની આદત નથી પાડતા. મજા તો ઉડવામાં આવેને! ઉડતા પંજાબ યુ નો , અમારા ચીત્રના ટીચર એવો ખડુસ માણસ, કાંઈ પણ વાતમાં તોડી પાડે. યાર આ છોકરીઓ બેઠી છે, કેમ ઈજ્જતની હણસ.. (તમે જે વિચારો છો તેજ સમજો) એક વાર કહે કે ઈકોનોમી પર પ્રોજેક્ટ બનાવી આવો, પ્રોજેક્ટ એટલે મજા આવે, એમાં પેલી કલર વાળી પેનો અને સ્પેશ્યલ પેજ 50 પૈસાનો એક વાળો, એમાં મસ્ત બાઉન્ડ્રી આપીને આપણે બનાવ્યો,બીઝનેશ ટુડૅ ને ઈંડીયા ટૂડૅના પેલા કલર ફોટાઓને કાપીને ચોંટાડ્યા એટલે આપણો તો ભપકો. પ્રોજેક્ટ જમા કરાવ્યા એટલે ખડુસ ટીચર કહે બહુ સરસ બનાવ્યુ છે સ્વપ્નીલ, બધા વીધાર્થીઓ આના પ્રોજેક્ટને જોજો, કેવી રીતે વધારે સારુ પ્રેઝેન્ટૅશન આપી શકાય. એટલે પેલા પઢાકુઓ તો તરત જાગે ઝોમ્બીની જેમ. આવી ગયા, દેખાડ..દેખાડ.. મે કિધુ ભાઈ શાંતી રાખો. મને આમ અંદરની ઈચ્છા કે સ્નેહા માંગે તો મજા આવે કાંઈક. એને ઈચ્છા હતી એ તો ખબર પડૅ, વાઈબ્સ આવે કે એને જોવુ તો છે પણ હવે આમ બધા સામે કેમ.. બધા પઢાકુઓને હડસેલ્યા એટલે પેલીની સામે જોયુ તો એણે પણ જોયુ, મે કિધુ જોવું છે? તો કે હા આપ.મે આપ્યુ તો એક એક પત્તુ પલટાવતી જાય ને કહે સરસ છે. મે કીધુ થેંક્યુ. રીસેષનો બેલ પડ્યો એટલે બધે ભાગાભાગી, મે તરત ફાઈલ ઉપાડી લીધીને તેણે કહ્યુ ચલ પછી આરામથી જોશુ. મે કીધુ ભલે, હાલ ફ્રી હો તો સમોસો ખવડાવુ.. તો કે ના.મારી ફ્રેંડ્સ સાથે જઈશ. એ તો ગઈ. પછી પાછુ એજ રુટીન. 7 વર્ષે થયા આજે. જે સાલ્લો દરરોજ વચ્ચે આવીને બેસવાની ટ્રાય કરતો તો તે એનીજ જ્ઞાતીનો હતો. એની સાથ પરણી ગયેલી. એના રીસેપ્શનમાં આજે ગયો હતો. ત્યાં સ્ટેજ પર જઈ કવર આપ્યુ ત્યારે સાલ્લુ હ્રદય તો ખુબ ભારે હતુ. પણ આપણે તો શખ્ત ..ડા. યુનો. (સમજો યાર). એ રેસેપ્શનના સ્ટાર્ટરને ટૅસ્ટ કરતા સાથે જુના દોસ્તો સાથે બ..દી ચાલતી તી. એ સાલ્લાઓએ આ બધુ યાદ દેવડાવ્યુ બોલો. હવે રાત્રે ઉંઘ નથી આવતી. કેમ કે આજે એમની ફસ્ટનાઈટ હશેને. ગજ્જબ. આપણને એવુ લાગે કે થઈ રેશે, પણ થતુ નથી. કરવું પડે છે. હવે સમજાય છે. આ બધા બ્રહ્મજ્ઞાન પણ પાછા આપણને ટકે કેટલા? શમસાનથી નિક્ળ્યા પછી પવન ઓગળી જાય, ધીરે ધીરે.યાદ તો આવે પણ આપણી ઈમેજીનેશન બઉ સ્ટ્રોગ. જીવનને આગળની પોસીબલીટીસ દેખાડીને ધકેલ્યા કરવાનુ. ચાલો,આદી ઉઠી ગ્યો લાગે છે. એનો આજે ફસ્ટ બર્થડે છેને! કોણ આદી? અરે રહિ ગયુ એ… સ્નેહાની બાજુમાં બેસતીને કિંજલ,એનું ને મારી જ્ઞાતી એક ને દોસ્તી પણ ઓકે ઓકે તો એમા સેટ થઈ ગ્યુ. બે વર્ષે લગ્નને થયા ને એક વર્ષે આદીત્યને.ચાલ્યા કરે.

તમારી માટે અને તમારા બાળકો માટે ખાસ વાંચો આ આર્ટીકલ.. આટલું તો કરી જ શકીએ

Read this article specially for you and your children

નવાઈ લાગીને આ શિર્ષક વાંચીને? કોઈને થાશે, આ લેખમાં એવું શું હશે કે શિર્ષક ખોટું લખ્યું? લેખિકા માતાપિતા વિરુદ્ધ તો નથી ને? તો કોઈને થાશે, નક્કી કોઈ અર્થનું અનર્થ છે. તમારા આ પ્રકારનાં તમામ પ્રશ્નોનાં જવાબ આ જ લેખમાં છે. ધ્યાનથી વાંચજો. વર્ષોથી ગુજરાતી માધ્યમની શાળાઓનાં પાઠ્યપુસ્તકોમાં એક અત્યંત જાણીતી રચના “ભૂલો ભલે બીજું બધું, મા – બાપને ભૂલશો નહીં” ને સ્થાન આપવામાં આવ્યું છે. નોટબુકનાં પાછલા પેજ પર પણ સંત પુનિતની આ રચના છાપવામાં આવતી. શાળાઓના પ્રાર્થના સમયમાં પણ તેને ગાવામાં આવતું. કદાચ એને એક સંસ્કારરોપણ રચના તરીકે ઓળખાવવામાં આવે તો નવાઈ નહીં લાગે. એક આદર્શ પુત્ર તરીકે “શ્રવણ” નું ઉદાહરણ સૌથી શ્રેષ્ઠ છે. આંધળા માતા-પિતાની સેવામાં જીવન વ્યતિત કરતા પુત્રને સૌએ બિરદાવ્યો અને એના દાખલા આજદિન સુધી માતા-પિતા પોતાનાં બાળકોને આપે છે. દરેક માતા-પિતા ઇચ્છે કે તેમનો પુત્ર શ્રવણ જેવો હોય અને તે અપેક્ષામાં ક્યાંય અતિશયોક્તિ નથી. સંસ્કાર પ્રમાણે દરેક સંતાન પાસેથી આ આશા રાખવામાં આવે છે. આપણા ભારત દેશનાં કલ્ચર પ્રમાણે પુત્ર હોય કે પુત્રી, માતા-પિતાની સેવા કરવી એ સર્વ પ્રથમ ધર્મ છે જ. પણ જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ સંજોગમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. પહેલાંના સમયમાં પિતાની જવાબદારી ફક્ત ઘરમાં રૂપિયા કમાવીને લાવવાની અને ભરણપોષણ કરવાની હતી. માતા એ રૂપિયાનો ઉપયોગ પોતાની ઇચ્છા મુજબ ન કરી શકતી. એકાદ ટંક જમવાનું ટાળતાં, દુર દુર સુધી પગે ચાલીને જતાં,બે જોડી કપડામાં પોતાનું પોણું જીવન પસાર કરતાં પિતા અને પોતાને માટે એક નવી સાડી લેવાનાં રૂપિયા ન હોય પણ ઘરમાં આવેલ મહેમાનને એકેય ટંક ભૂખ્યા ન રાખતી તેવી માતાઓનાં ખરેખર ચરણ સ્પર્શ કરાવની ઇચ્છા થાય. અને કદાચ એટલે જ સંત પુનિતએ લખ્યું કે “કાઢી મુખેથી કોળિયા, મ્હોંમાં દઈ મોટા કર્યાં”. પરંતુ જેમ જેમ ભણતર વધતું જાય છે એમ એમ ગણતર દુર થતું જાય છે. રૂપિયા કમાવવાની ઘેલછા પાછળ આજના યુવાનો પોતાનું ભવિષ્ય એક એવા પરીણામ તરફ લઈ જઈ રહ્યાં છે જેનો પરચો એ પરીણામ આવતા સુધીમાં ઘણું બધું પાછળ છોડી દેશે. જો તમે રોજેરોજ ન્યૂઝ પેપર વાંચતા હશો તો તમે જાણતા જ હશો કે આજના યુગના બાળકો એક અલગ પ્રકારની ગ્રંથિમાં જીવે છે. એમને પોતાની કેરિયર બનાવવામાં એવા વ્યસ્ત કરી દેવામાં આવે છે જ્યાં લાગણીઓને કોઈ સ્થાન નથી હોતું. નાણાંકીય રમતગમત શીખવવામાં એટલાં ઓતપ્રોત કરી દેવામાં આવે છે કે બાળકો માતા-પિતાની સહજ ભાવનાઓને ઓળખી નથી શકતા. બીજી તરફ, આધુનિક યુગમાં સ્ત્રી અને પુરુષ, બંને પોતપોતાના કામમાં એટલા વ્યસ્ત રહે છે સંતાનની સામાન્યમાં સામાન્ય બાબતને પ્રાધાન્ય આપી શકતા નથી. આજકાલ તો સ્કૂલમાં થતી પેરેંટ્સ ટીચર મીટિંગ્સમાં પણ માતા અથવા પિતાની ગેરહાજરી આંખે ઊડીને વળગે છે. દર મહિને એક કલાક પોતાનાં બાળકને ન આપી શકતા માતા-પિતા, દિકરો હોય કે દીકરી, “શ્રવણ” જેવાં સંતાનથી છેટા છે. ભણતર કે પછી સામાજિક જવાબદારીઓનો ભાર ન ઉઠાવી શકતાં નબળાં માનસ પર ઘણી વખત એવી અસર થાય છે કે નાની ઉંમરમાં આત્મહત્યાનાં બનાવો પણ બનતા હોય છે. માતા-પિતાથી અલગ રહી પોતાનો સંસાર ચલાવતા ગઈ કાલનાં “યુવાની” નો જ્યારે “ઘડપણ” સાથે સામનો થાય છે ત્યારે તેઓ પોતાનાં સંતાનો પાસે મોટી મોટી અપેક્ષા રાખે છે. ત્યારે સંત પુનિત એ લખેલી આ લીટી યાદ આવે, “સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો, તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં”. સંતાન પોતાનાથી અલગ થઈ જાય ત્યારે દુખી થતાં માતા-પિતા, પોતે તરછોડેલા માતા-પિતાની પીડા ભૂલી જાય છે. સંસ્કારનું સિંચન માત્ર અને માત્ર માતા-પિતાથી જ છે. એ જ દરેક સંતાનને તેના ધ્યેય તરફ આગળ ધપાવે છે. જે સંતાનોના મૂળિયાં મજબૂત છે એ સંતાનોને ક્યારેય સમાજનાં વિવાદિત સંજોગોનો સામનો નથી કરવો પડતો. પરંતુ જેમનો વિકાસ અપૂર્ણ છે તેઓને અસામાજિક તત્વો બનતા વાર નથી લાગતી. માટે જ, “જેવું વાવો, તેવું લણો”, કહેવતરૂપી સત્ય સ્વીકારવું જ રહ્યું. સંતાનોને ભૂલીને પોતાના વિકાસને મહત્વ આપતાં માતા-પિતાને આજે નહીં તો કાલે, પણ પસ્તાવાનો વારો જરૂરથી આવે છે. જો તમે તમારા બાળકોને આ દુનિયામાં લાવ્યા છો તો દુનિયાદારી શીખવવાની ફરજ પણ અદા કરવી પડશે. બાકી, હિંદીમાં કહેવાય છે ને કે “નજર હટી, દુર્ઘટના ઘટી”. બસ, બાળકો સાથે પણ કાંઈક આવું જ છે. અને માટે જ આ શિર્ષક આપ્યું છે કે “ભૂલો ભલે બીજું બધું, સંતાનને ભૂલશો નહીં”…

સુખનો સ્વભાવ – તમારા માટે સુખ એટલે શું અને તેની સાચી પરિભાષા શું વાંચો અને જાણો

trupti-trivedi-article-sukh-no-svabhav

જ્યારે કવિ શ્રી નરસિંહ મેહતાના ધર્મ પત્નીનો દેહાંત થયો ત્યારે કવિને ખરેખર દુઃખ થવું જોઈએ. શોક વ્યક્ત કરવો જોઈએ. પરંતુ નરસિંહ મેહતાનું તો ઉલ્ટું થયું. ન એ દુઃખી થયા કે ના એમણે શોક વ્યક્ત કર્યો. એમનાં મુખમાંથી એક જ શબ્દો નીકળ્યાં, “ભલું થયું ભાંગી જંજાળ , સુખે ભજીશું શ્રી ગોપાલ”. મિત્રો સુખ અને દુઃખ ક્યારેય જીવનમાં આવતા જ નથી. એ તો માત્ર વ્યક્તિનાં પોતાના સ્વભાવને આધીન હોય છે. એનું ઉતમ ઉદાહરણ આપના આદિકવીને જ જોઇલો. સુખનો સ્વભાવ એટ્લે ખુદ ભક્ત કવિ નરસિંહનું જીવન ચરિત્ર, એનો સ્વભાવ , કે પોતાની દિકરીની સાસરીમાં મામેરુંનો પ્રસંગ છે. પોતાની પાસે એક પણ પૈસો નથીને છ્તાં ચિંતા કરવાની જગ્યાએ બોલ્યો , “ મારે શું ચિંતા મારો દ્વારિકાધીશ બેઠો છે હજાર હાથ વાળો . કરશે એ બધુ”ને પોતે બિંદાસ શ્રધ્ધામાં, ભક્તિમાં લીન થઈ જાય છે, સુખ વ્યાખ્યાની કલ્પના કરીએ તો ભગ્યેજ આવા સુંદર વિચાર ધરાવતું ઉદાહરણ બીજે ક્યાંય જોવા મળે. આતો થઈ વાત ભક્ત નરસિંહની. એમની દૃષ્ટિએ સાચું સુખ એટલે સંપૂર્ણ કૃષ્ણમય બનીને જાતને ભુલવી. પણ શું આપણી દૃષ્ટિએ પણ સુખનો આવો જ સ્વભાવ હોય? સુખી તો આ સૃષ્ટિનાં તમામ જીવ હોય છે. લગભગ બધા જ લોકોએ સુખને પોતાનાં જીવનમાં ખુબ નજીકથી માણ્યું, જોયુ ને અનુભવ્યુ પણ હશે જ! તો ચાલો આપણે એમને જ પૂછીએ કે આ સુખનો સ્વભાવ એટલે શું ? મિત્રો આ જીવન એ બે સિક્કા જેવુ છે. એક તરફ દુખ છે. તો એ જ દુખ તમને ડબલ સુખ આપતું જાય છે. જીવનમાં સુખ કે દુખ જેવી કોઈ વસ્તુ છે જ નહી. આ તો જ્યારે આપણે અભાવમાં હોય ત્યારે એ અભાવને આપણે જ આપણા વિચારોથી એવુ માનીએ છીએ કે હું ખુબ દુખી છું.અને જ્યારે થોડા જ સમય પછી આપણે જ એવું કહેશું કે સમય તો સમયનું કામ કરે છે. દુખ હતું તે હવે સમય સાથે ચાલ્યું ગયું. હવે મારે ખુબ શાંતિ છે. સાચુને ? આ શબ્દો તો ચવાઈ ગયા છે. રોજ કોઈનાં મોઢે તો આવું સાંભળવા મળતું જ હશે. પણ સમય એટલે શું? સમયને જો આપણે જ સમજી શકતા હોત ,જાણતા હોત તો શું આપણે સુખનાં સમયને જતો રોકી ન લેતા હોત !આપણું મન એ સતત આવા જ વિચારોમાં ગતિ કર્યા જ કરે છે. આપણુ મન એ ગતિશીલ ને વિચારશીલ છે. એટલે મનમાં સતત કોઈને કોઈ વિચારો તો આવ્યા જ કરવાના. પણ હા કેવા વિચારો કરવા , કે પછી અમુક પ્રકારના આવતા વિચારોને અટકાવવા માટે આપણે ખુદ ગતિશીલ થવું પડતુ હોય છે. આ વિષયને સમજવા માટે એક ઉતમ ઉદાહરણ જોઈએ. એક સ્ત્રી જ્યારે માતા બનવા જઈ રહી છે. ત્યારે એને કેટલીય વેદના ને પિડાઓને સહન કરવી પડતી હોય છે. પણ માતા બનવાની ખુશી જ એટલીબધી વધારે હોય છે કે એ સ્ત્રીને કોઈજ પીડા કે દર્દની અસર જ નથી થતી હોતી. દર મહીને પોતાનાં શરીરની રચનામાં થતું પરિવર્તન, પોતાની રહેણીકરણમાં, ખાન પાન જેવી નાની નાની વાતનું ધ્યાન રાખવું સતત નવ નવ મહીનાઓ સુધી , પ્રસુતીની એ વેદના અસહ્ય વેદના વચ્ચે જ્યારે એક નાનકડું , કોમળ મુલાયમ , ફુલોની કળી જેવું કોમળ બાળકનાં સ્પર્શ સાથે જ એ નવ નવ મહીનાની વેદના ,દર્દ ,પીડાનો અહેસાસ પણ નથી થતો હોતો, એ પીડા વચ્ચેપણ ત્યારે એક પરમ સુખની પ્રાપ્તિનો અહેસાસ જ થાય છે સુર્યોદયનેઉમંગથી વધાવી,સુખ પામીએ ——તૃપ્તિ ત્રીવેદી “ તૃપ્ત” . મિત્રો સુખની ઉત્પતિ ત્યારે જ થાય છે જ્યારે એનાં મૂળમાં ખુબ દુખ અને દર્દ રહ્યાં હોય છે. અને જે એ દર્દ, દુખને હસતા હસતા સ્વિકાર કરે છે. એને જ આ સુખની પ્રપ્તિ થાય છે. આ સુખનો સ્વભાવ છે. કે અભાવ પછી જ સુખ આવે. અને જેવુ તમારી પાસે સુખ આવે છે એટલે આપોઆપ તમે તમારા ભુતકાળની એ પીડા , દર્દ કે વેદનાને ભુલી જ જવાના છો. જેમ માતા બન્યા પછી એની પીડા યાદ નથી રહેતી એમ જ. મિત્રો સુખની ઉત્પતિ ત્યારે જ થાય છે જ્યારે એનાં મૂળમાં ખુબ દુખ અને દર્દ રહ્યાં હોય છે. અને જે એ દર્દ, દુખને હસતા હસતા સ્વિકાર કરે છે એને જ આ સુખની પ્રપ્તિ થાય છે.

સાધુનું વ્રત પ્રાચીન વાર્તા

A monk's vow is an ancient story

આ પ્રાચીન વાર્તા છે. તે સમયમાં ભારતમાં રાજા રજવાડાનું રાજ ચાલતું હતું. રાજાઓને શિકાર કરવાનો એક શોખ હતો. જાત જાતના કામકાજના ભારથી થાકેલા રાજાઓ વચ્ચે વચ્ચે જંગલમાં ફરતા અને પશુ-પક્ષીના શિકાર કરીને મનને હળવું કરતા. ત્યારે અરણ્યમાં કેવળ વન્ય જીવજંતુનો વસવાટ જ ન હતો. તે બધા હિંસક પ્રાણીઓ સાથે સાધુ મહાત્માઓ રહેતા. તેઓ અરણ્યમાં તપસ્યા કરતા. વનનાં ફળમૂળ તેમનો આહાર હતો. તેમના મનમાં પ્રશાંતિ વિરાજતી. વૈરવિહીન મનમાં કોઈપણ જીવજંતુ પ્રત્યે કોઈ હિંસા-દ્વેષ ઉદભવતો નહિ- તેઓ તો ચિંતન કરતા જગતના કારણ સ્વરૂપ ઈશ્વરનું અને સૃષ્ટિના વૈચિત્ર્યમાં સર્વમય ભગવાનનો પ્રકાશ જોઈ શકતા.રાજાઓ જ્યારે શિકાર કરવા જતા ત્યારે સાધુઓના આશ્રમમાં જતા. કોઈ જાતનો ઉપદ્રવ છે કે નહિ તે અંગે કુશળ પ્રશ્ન પૂછતા આ પ્રકારે સાધુઓ સાથે રાજાઓનો પારસ્પરિક શ્રદ્ધા સન્માનનો સબંધ હતો. રાજા અને તેની પ્રજાને તપસ્વીઓના તપોભાગનું પરમ પુણ્યફળ મળતું. સમાજના જીવનપ્રવાહને સ્પર્શી રહેતો આધ્યાત્મિક જીવનનો અમૃત પ્રવાહ ! એવી એક વાર્તા છે. એક રાજા હતા. તે કેટલાક યુવાનોને સાથે લઈને શિકાર કરવા આવ્યા છે. તેજી ઘોડા પર તેઓ સવાર થયા છે. સાથે કેટલાક દિવસો સુધી ચાલે તેટલી ખાદ્યસામગ્રીની પાલખી છે. કેટલાક દિવસો શિકારની મઝામાં તેઓએ વિતાવ્યા. ખાસ કરીને અરણ્યનું લીલુંછમ પર્યાવરણ, પક્ષીઓનો કલરવ, રાત્રીના નિસ્તબ્ધ અંધકારમાં એક વન્ય જીવનની અનુભૂતિ! અહીં સલામતી નથી પરંતુ સ્વતંત્રતા છે. હવે પાછા ફરવાનો સમય થયો છે. રાજાને સુખ આપવા ઈચ્છાતા વફાદાર સાથીઓ કથાન પરિશ્રમ કરે છે. પોશાક મલિન ધૂળવાળા થયા છે. રાતનો ઉજાગરાને લીધે આંખો લાલચોળ છે. કાચું માંસ શેકીને અથવા ફળમૂળ ખાઈને કેટલા દિવસ રહી શકાય? અને મૃગયાનો છેલ્લો દિવસ હતો. તેઓ એક વનમાંથી બીજા એક ગાઢ જંગલમાં જાય છે. ચાલતાં ચાલતાં કોઈ એક વૃક્ષની નીચે થાકીને વિશ્રામ કરવા બેઠા. ઘોડાઓને ચરવા માટે છોડી મૂક્યા. થોડીવાર પછીએ એક માણસને યાદ આવ્યું કે ઘોડાઓની ઉપર કોઈ નિશાની નથી તે ક્યાં જતા રહ્યા? શોધખોળ નિષ્ફળ ગઈ. બહુ શોધખોળ કર્યા બાદ પણ ઘોડા મળ્યાં નહિ. તે દિવસે વળી બધાંને કંઈ આહાર પણ ન મળ્યો. ફળમૂળ શોધતાં શોધતાં માંડ માંડ વનનાં કેટલાંક ફળ મળ્યાં. ફળ તદ્દન અજાણ નામ ગોત્ર વગરનું, છતાં ય ભૂખ્યા મોંમાં અમૃત જેવાં લાગ્યાં. રાજા અને સાથીદારોએ બધાં ફળ આરોગ્યા. ત્યાર પછી તેની પ્રતિક્રિયા શરૂ થઇ. બધાને ઉલટી થવા માંડી અને માથું ભમવા લાગ્યું. કોઈને ચાલવાની શક્તિ જ ન રહી. ખાસ કરીને રાજાનું શરીર એટલું અસ્વસ્થ હતું કે તેમના હાથ પગ ઢીલાઢફ થઇ ગયા. ઘોડાઓ પણ ક્યાંય ભાગી ગયા છે. રહી છે માત્ર પાલખી. કેવી રીતે રાજધાનીમાં પાછા ફરવું એ જ બધાને ચિંતા છે. ગમે તે ઉપાયે રાજાને નગરીમાં પહોંચાડવા પડશે. તેથી બધા ચિંતામાં પડી ગયા. એક સાથીદારે કહ્યું : ‘આપને મહારાજને એક પાલખીમાં લઇ જઈશું. પરંતુ પાલખી ઉપાડવા માટે હજુ એક સ્વસ્થ માણસ ખૂટતો હતો. આવા ગાઢ જંગલમાંથી માણસ ક્યાંથી મળે? છતાં ય મનમાં આશા હતી.સાથીદારો ચોથા માણસની શોધમાં નીકળી પડ્યા. ગાઢ વનમાં તેઓ ચાલ્યે જાય છે. ઘણો એવો માર્ગ પસાર કર્યો ત્યારે અચાનક એક વિશાળ તળાવને જોયું. કમળપત્રો પ્રસ્ફૂટિત થયાં છે. ચારેકોર સુંદર વિશાળ વૃક્ષો છે. સ્નિગ્ધ સુંદર વાતાવરણ છે. એક સાથીદાર બોલ્યો: જુઓ, અહીં વન્ય પશુઓ પાણી પીવા આવે. આપને રખેને, તેનો કોળિયો ન થઇ જઈએ. તો પણ તેઓ હિંમત કરીને તળાવ તરફનાં પગલાં જોઈને ચાલવા લાગ્યા. તેમણે નિરીક્ષણ કર્યું કે આ તો માણસનાં પગલાં છે. તો પછી શું આસપાસમાં જ કોઈ માણસ રહે છે? અચાનક થોડે દૂર નજર પડતાં જ તેઓ આનંદથી બોલી ઊઠ્યા: સામે એક કૂટિર છે. ખરેખર, ખજૂરનાં પાંદડા પાથરીને એક સુંદર કૂટિર બનાવેલી છે. ચારેકોર ફૂલના છોડ પણ છે. અચાનક કુટિરનો દરવાજો ખુલી ગયો. તેઓએ જોયું કે સામે એક વનવાસી સાધુ ઊભા છે. દીર્ઘકાય, મોઢા પર દાઢી અને બંને આંખો કેવી ઉજ્જવળ ! જાણે તેમની સામે જોઈ શકાય નહિ. તદુપરાંત મોં પર પ્રસન્ન હાસ્ય માઠા પર જટા પણ છે. બધાએ સાધુને આનંદથી પ્રણામ કર્યા. મનમાં આશા રાખે છે કે આમની સહાયથી જો રાજાને વનમાંથી બહાર લઇ જઈ શકીએ તો ગંગ નાહયા. પરંતુ પાલખીની વાત સાધુને કઈ રીતે કહેવી ? સાધુને તો પાલખી ઉપાડવાનું ન કહી શકાય. એમ કહેવું તો અપરાધ ગણાય. વળી રાજા એ વાત જાણે તો ધડથી માથું ઉડાવી દે. પરંતુ સાધુએ સામે ચાલીને જ પૂછ્યું: ‘શું વાત છે ભાઈ? કોઈ જાતની દ્વિધા ન રાખો. મને બધી વાત કહો.’ સાધુના કંઠ-સ્વરમાં એક ગજબનો જાદુ છે. તેઓએ કડી આવો ગંભીર, મૃદુ સ્વર સાંભળ્યો ન હતો. ન છૂટકે તેઓ બોલ્યા : દેશના રાજા અમારી સાથે આવ્યા છે. વનફળ ખાવાથી તેઓ બધા કરતાં વધારે અસ્વસ્થ થઇ ગયા છે. તદુપરાંત અમારા ઘોડા અચાનક ક્યાંક નાસી છૂટ્યા છે. અમારાં અહોભાગ્ય કે અમે આવી વિપત્તિમાં આપનાં દર્શન પામ્યા. આપ અમને આશીર્વાદ આપો કે અમે કોઈપણ મુશ્કેલી વગર રાજાને મહેલમાં લઇ જઈ શકીએ. અરે, એમાં આટલા ગભરાવ છો શા માટે? પાલખીમાં રાજાને લઇ જવા તૈયાર થાવ. તમે ત્રણ જણા તો છો, હું હોઠો તમારી સાથે રાજાને ઊંચકીને મહેલમાં લઇ જઈશ. ના, ના મહારાજ ! આપને અમે પાલખી ઉપાડવા ન દઈ શકીએ. એમ કરીએ તો મોટો અપરાધ થાય અને જ્યારે રાજા જાણશે ત્યારે તેઓ પણ અમને આ કામ માટે સજા આપશે. ત્યારબાદ સાધુના મુખ પર હાસ્ય છવાઈ ગયું. તેમની બંને આંખોમાં કેવો પ્રેમ અને કરુણા ! તેઓ બોલ્યા: તમારે કોઈ બાહ્ય રાખવાનો નથી. હું તો સ્વેચ્છાએ તમને સહાય કરવા આવ્યો છું. ચાલો, રાજા પાસે લઇ જાવ. રાજા એટલા બધા અસ્વસ્થ હતા કે ચાર જણા પાલખી ઉપાડીને ચાલવા લાગ્યા ત્યારે તેમને આંગતુકની તરફ જોવાની પણ શક્તિ ન હતી. તેથી સાથીદારો આવી સ્થિતિમાં રાજાની પાલખી લઈને રવાના થયા. લગભગ સમી સાંજે સાથીદારોએ એક વૃક્ષની નીચે પાલખી મૂકી. બધા થાકેલા અને ભૂખ્યા પણ છે. સાધુનું મુખ શાંત છે. અને તેમના ચહેરા પર પરમ શાંતિ અને તૃપ્તિ છે. તેમણે કહ્યું: આગળ જાવ –ફળ મળશે. ત્યારબાદ તેઓ આગળ ગયા અને તેમણે એક આંબાનું જાળ ફળોથી ભરપૂર જોયું. મન ભરી તેમણે આનંદપૂર્વક ફળ પાડ્યાં અને રાજાને ખવડાવી પોતે પણ ખાધાં. બધા ઝાડ નીચે સૂતા અને થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગયા. સાધુ આ બધાંને જુએ છે. સાધુએ એક કેરી ભગવાનને નિવેદન કરી અને પોતે પ્રસાદ ગ્રહણ કર્યો. ત્યારબાદ સાધુ ઝાડ પાસેની એક શિલા પર બેઠા. સૂતેલા લોકોનો પહેરો બહ્રવો પડશે. જોતજોતામાં રાત્રિનું અંધારું છવાઈ ગયું. નિસ્તબ્ધ અરણ્યમાં કોઈ જાતનો આવાજ નથી. સાધુ ધ્યાન-મગ્ન. તેમની ચોપાસ જાણે આનંદની શીળી છાયા-તેમાં રાજા ને સાથીદારો નિરાંતે ઊંઘી રહ્યા છે. સાધુની ચેતના અંતર્મુખ છે. સર્વવ્યાપી, અન્તર્યામીએ જાણે આ ગાઢ વનમાં પોતાની ચૈતન્યરૂપી શય્યા બિછાવી છે ! મહાચૈતન્યનો પ્રકાશ આ વિરાટ પ્રકૃતિમાં અને સૃષ્ટિની જીવસૃષ્ટિમાં પથરાયો છે. આટલાં વર્ષો બાદ આ સાધકને વિરાટના ધ્યાનમાં. જે સર્વ, સર્વત્ર પરિવ્યાપ્ત આકાશ જેવા છે, પ્રત્યેક જીવમાં જેનો વાસ છે તે … Read more