દાદા – આ વાંચ્યા બાદ તમારા દાદા તમને યાદ ન આવે તો જ નવાઈ!

દાદા ઘરના વટવૃક્ષ સમાન છે. દાદા વિશે થોડુ લખવાનુ હોઇ તો કદાચ શક્ય નથી કારણ કે દાદા એ વિશે લખતા લખતા પેન થાકી જાય અને નોટના પેજ કદાચ પુરા થઇ જાય. દાદા એ આપણી ત્રીજી પેઢી છે. આપણા ઘરમાં અનુભવોનુ ભાથુ જો કોઇ પાસે હોય તો તે દાદા દાદી છે. જીંદગીની પાછલી સંધ્યામાં રહેલા દાદાએ જીવનના બહોળા કડવા મીઠા અનુભવો ધરાવે છતાંય તે હમેંશા પ્રેમની સરવાણી જ વહાવે છે. માતા પિતાથી છાનામુના ચોકલેટ અને નાસ્તો અપાવે તે દાદા અને માતા પિતાની ડાટ અને મારથી પણ બચાવે તે દાદા. કહેવાય છે ને કે નાણા કરતા વ્યાજ વધુ વહાલુ લાગે છે તે જ રીતે ક્યારેક પપ્પા કે મમ્મી કામકાજથી થાક્યા ઘરે આવ્યા હોય તો તેમનો ગુસ્સો સંતાનો પર ઉતરી જાય પણ દાદા-દાદી તેના પૌત્ર કે પૌત્રીઓને ક્યારેય ગુસ્સો કરતા નથી અને ક્યારેક જો પપ્પા ખીજે તો પણ તે કોઇના કોઇ બહાને ઉપરાણું લે છે અને ઉલ્ટાનુ પપ્પાને ખીજે છે.સાંજે ઘરના ઓટલે બેસીને કલ્પનાની દુનિયાની સફર કરાવે તે દાદા અને વાતો વાતો જીવનના અઘરા મુલ્ય સમજાવી દે તે દાદા. ભલે ઘરમાં કોઇ ગમે તેવા કટુ વચન કહી દે પરંતુ સદાય હસતા રહે તે દાદા. કમ્મર નો ગમે તેવો દુ:ખાવો હોય છતાંય પૌત્ર-પૌત્રી માટે દુ:ખાવો ભુલી જઇને ઘોડો બની જાય તે દાદા જ છે.ઉંમરના આખરી પડાવમાં બધા જ દુ:ખ, દર્દો અને ચિંતા ઉપાધી ભુલી જઇને પૌત્ર પૌત્રી સાથે બાળક બની જાય તે દાદા જ છે. પૌત્ર પૌત્રીને ખીજાઇને પણ ગળે લગાડનાર દાદા જ છે. જે વ્યક્તિને દાદાનો સાથ નથી મળ્યો તે ખરેખર કમનસીબ જ છે કારણ કે ઘરનો કોઇ પણ સભ્ય દાદાનુ સ્થાન લઇ શકતો નથી.દાદા એ આપણા મિત્ર છે આ એક એવો સંબંધ છે જ્યા બધુ શેર કરી શકાય છે. માતા પિતા સાથે થોડોક અંતર આવે પરંતુ દાદા દાદી સાથે કોઇ અંતર નથી. આપણ ખાસ મિત્ર અને સખા બનીને નાનપણમાં આપણી સાથે બાળક બનીને રમે છે અવનવા ખેલ કરાવે છે જયારે મોટા થઇએ ત્યારે અનુભવના ભાથામાંથી જીવનપોયગી સલાહ આપીને સાચો માર્ગ બતાવે છે. દાદા દાદીના મીઠા મધ જેવા પ્રેમનો કોઇ વિકલ્પ નથી. કહેવાય છે કે જે ઘરમાં દાદા દાદી રૂપી વડીલ નથી તે ઘરના બાળકો જીદી, ઉધ્ધત અને તોફાની બની જાય છે. દાદા દાદી ની પ્રેમની સરવાણી બાળકના ચંચળ મનને શાંત, સરળ અને ઋજુ બનાવે છે.આજ કાલની સ્ત્રી તથા પુરુષોને સ્વંતત્ર રહેવુ છે અને એટલે તેઓ માતા પિતાને એકલા મુકી દે છે કે ઘરડા ઘરમાં દાખલ કરાવી દે છે. પછી તેઓના બાળકો પણ સ્વછંદ બની જાય છે અને દાદા દાદીના પ્રેમ અને સંસ્કારથી વંચિત રહી જાય છે અને એ બાળક ઘર સાથે સમાજ માટે પણ બોજરૂપ બની જાય છે.ઘરમાં દાદા કે દાદીની ઉંમર ભલે ગમે તેટલી વધુ થઇ ગઇ હોય, કદાચ તે કાંઇ કામકાજ કે હલનચલન પણ ન કરી શકતા હોય તો પણ માત્ર તેની હાજરી પણ આપણામાં એક અલગ જ જોશ ભરી દે છે, જેમ મકાન પર છત ન હોય તો ઘરની વેલ્યુ કોડીની થઇ જાય છે એમ આપણી સાથે પણ જો આપણા વડિલો ન હોય તો આપણી વેલ્યુ નહિવત રહી જાય છે. વડિલોના અવસાન બાદ પણ આપણે તેમના નામે જ ઓળખાઇએ છીએ કે આ પેલો રમેશ ફલાણાભાઇ નો દિકરો છે.ભલે તેઓ ઘરડા છે તેનામાં શારીરિક ક્ષમતાઓ ઓછી પડી ગઇ છે પરંતુ પ્રેમ અને સંસ્કારની સરવાણી તો ભરપુર જ છે. ઇશ્વરે માણસને જીવનનુ આખરી સ્ટેજ બધાને પુષ્કળ પ્રેમ કરવા અને પોતાના અનુભવો દ્વારા સમાજને સાચો રાહ બતાવવા જ આપ્યુ છે. ભલે તે એક ખરતુ પાન છે પરંતુ તેમણે જે તડકી છાંયી અને ઉંચ નીચ જોઇ છે તે આપણે હજુ બધુ બાકી જ છે માટે તેને હમેંશા માન આપવુ જોઇએ અને એક વયોવુધ્ધ વડીલ તરીકે તેનુ સમ્માન જાળવવુ જોઇએ તેઓ ભલે આપણી ટેકનોલોજી અને જ્ઞાનથી અજાણ છે પરંતુ તેની પાસે જીવનના અનુભવોનો ખજાનો છે.આટલા ગુણકારી અને પરોપકારી વડિલ વટવૃક્ષ સમાન વડિલોની તેમની પાછલી અવસ્થામાં તન મન અને ધનથી તેની સાથે રહીએ એ જ આપણા માટે ઘર બેઠા ચાર ધામની યાત્રા સમાન છે.

જાણો તમારા વિચારો જીવનસાથીના વ્યવહાર સાથે મેચ થાય છે આ 5 બાબતો

દરેક રિલેશન બહુ જ સુંદર હોય છે, માત્ર જરૂર હોય છે તેને પ્રેમ અને વિશ્વાસથી સિંચવાની. જો તમે ક્યારેય એવું વિચારશો કે તમારો પાર્ટનર પરફેક્ટ હોવો જોઈએ, તો આવું ક્યારેય નહિ થાય. કેમ કે, કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતો. રિલેશનની વાત કરીએ તો, યુવતીઓ પોતાના બોયફ્રેન્ડમાં કોઈ પણ ખામી સહન કરી શક્તી નથી. જો તેમનામાં કોઈ ખામી દેખાય તો તે છોડી દે છે. આ ચક્કરમાં યુવતીઓ તેમના બોયફ્રેન્ડની સારી બાબતોને પણ નજરઅંદાજ કરી છે. આજે અમે તમને એવી બાબતો બતાવીએ, જે જો તમારા બોયફ્રેન્ડમાં હોય તો તમે ક્યારેય રિલેશનશિપ તોડતા નહિ. આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે જો તમારા બોયફ્રેન્ડમાં તમને પ્રોત્સાહિત કરવાનો ગુણ છે, એટલે કે જો તે તમને દરેક બાબતમાં આગળ વધવા કહેતો હોય તો તેવા પાર્ટનરને ક્યારેય ન છોડતા. જો તમને લાગે કે, આ બહુ મોટી વાત નથી, તો તમને જણાવી દઈએ કે, આ ગુણ બધા યુવકોમાં નથી હોતા. આજકાલ બધા જ પોતાના માટે વિચારતા હોય છે, આવામાં આવો છોકરો મળે તો ક્યારેય ન છોડતા. સોરી બોલવું જ્યારે તે પોતાની ભૂલ કે તમારી ભૂલ પર ખુદ સોરી બોલે છે, તેનાથી માલૂમ પડે છે કે, તે કોઈ પણ કિંમતે તમારી સાથે રિલેશન ટકાવવા માગે છે. આવુ રિલેશન ટકાવી રાખજો.ભૂતકાળની વાતો શેર કરે જો તમારો બોયફ્રેન્ડ તમારી સાથે દિલ ખોલીને તેના ભૂતકાળની વાતો શેર કરે છે, તો તેનો મતલબ એ છે કે તે તમારી સાથે પૂરી રીતે ઈમાનદાર છે. તમને ફ્રી રાખે કેટલાક યુવકોને આદત હોય છે કે, તે દરેક વાત પર રોકટોક કરે છે. આખરે દરેકની એક પર્સનલ સ્પેસ હોય છે અને તેમાં કોઈને પણ કોઈની દખલગીરી ગમતી નથી. પંરતુ જો તમારો બાયફ્રેન્ડ તમને તમારો પરિવાર અને તમારા મિત્રોને મળવાની છૂટથી પરમિશન આપે છે, તમને ફ્રી છોડે છે, તમારા પર કોઈ પ્રકારનું રોકટોક નથી કરતો, ન તો બેકારમાં શક કરે છે, તો તમારે આવા બોયફ્રેન્ડને ક્યારેય છોડવો ન જોઈએ. તમારા પેરેન્ટ્સને પોતાનું ગણવું કોઈ બીજાના પેરેન્ટ્સને પોતાના ગણવું બહુ જ મુશ્કેલ હોય છે. યુવતીઓ હંમેશા યુવકના મમ્મી-પપ્પાને અપનાવી લે છે, પંરતુ યુવક આવું નથી કરી શક્તા. જો તમારો બોયફ્રેન્ડ તમારા પેરેન્ટ્સને પોતાના પેરેન્ટ્સ માને છે, તો તેનો મતલબ છે કે તે તમને દિલથી પ્રેમ કરે છે અને તે તમને ક્યારેય છોડવા નથી માગતો.

ક્યારેય વિચાર્યું કે પૂર્વજો કેમ જમીન પર બેસી ને જમવાનો આગ્રહ રાખતા ? જાણો, ૯ બુદ્ધિગમ્ય કારણો

ઘણા ભારતીય ઘરોમાં તમે લોકોને જમીન પર બેસીને ભોજન જમતા જોયા હશે, જ્યારે મોટા ભાગના લોકો ટેબલ ખુરશી ઍટલે કે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવા નુ પસંદ કરે છે. તેમા ઍવા લોકો પણ હશે જે ટી.વી. સામે બેસી અથવા બેડ પર બેસીને ખાય છે, ચોક્કસ તે આરામદાયક હોઈ શકે છે પણ જરૂરી નથી કે તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ હોય. આપણા પૂર્વજો ઍ ચોક્કસ કાઇ સમજી વિચારી ને જ આ પરંપરા (રિવાજ) બનાવ્યો હશે કે જમીન પર બેસીને જ ભોજન લેવુ. અહીં ૯ બુદ્ધિગમ્ય કારણો રજૂ કરુ છુ જે તમને જૂની પરંપરાગત ભોજન લેવાની વ્યવસ્થા પર પાછા જવા માટે મદદરૂપ થશે. ઘણા ભારતીય ઘરોમાં તમે લોકોને જમીન પર બેસીને ભોજન જમતા જોયા હશે, જ્યારે મોટા ભાગના લોકો ટેબલ ખુરશી ઍટલે કે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવા નુ પસંદ કરે છે. તેમા ઍવા લોકો પણ હશે જે ટી.વી. સામે બેસી અથવા બેડ પર બેસીને ખાય છે, ચોક્કસ તે આરામદાયક હોઈ શકે છે પણ જરૂરી નથી કે તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ હોય. આપણા પૂર્વજો ઍ ચોક્કસ કાઇ સમજી વિચારી ને જ આ પરંપરા (રિવાજ) બનાવ્યો હશે કે જમીન પર બેસીને જ ભોજન લેવુ. અહીં ૯ બુદ્ધિગમ્ય કારણો રજૂ કરુ છુ જે તમને જૂની પરંપરાગત ભોજન લેવાની વ્યવસ્થા પર પાછા જવા માટે મદદરૂપ થશે. ૧. પાચન સુધારવા મદદ કરે છે : તમે જમીન પર બેસીને જમો છો ત્યારે તમે સામાન્ય રીતે પલાઠી વાળીને બેસો છે જે સુખઆસન તરીકે પણ ઓળખાય છૅ અથવા અડધુ પદ્માઆસાન, જે ઍક ઍવી મુદ્રા છે જે તમને ખોરાક પચાવામાં મદદ કરે છે( ઍવુ માનવા માં આવે છે કે જે પણ વ્યક્તિ ભોજન સમયે આ મુદ્રા માં બેસે છે ત્યારે આપોઆપ તમારા મગજ ને ખોરાક પાચન કરવાના સંકેત મળી જાય છે ) તે ઉપરાંત તમે જ્યારે જમીન પર મૂકેલી થાળીમાંથી જમો છો ત્યારે તમારી પીઠ કુદરતી રીતે થોડી નીચે વળે છે અને ખોરાકને ઉતારવા તમે પાછા સીધી પીઠ કરો છો, આ સતત આગળ પાછળ થવાની પ્રક્રિયા તમારા પેટના સ્નાયુઓ સક્રિય કરવા માટે કારણ બને છે અને તમારા પેટના એસિડ સ્ત્રાવ વધારવામાં પણ મદદ કરે છે, જે તમારા ખોરાક પાચનની પ્રક્રિયાને સરળ બનાવે છે. ૨. વજન ઉતારવામાં મદદરૂપ છે: જમીન પર બેસીને જમવાથી નોંધપાત્ર વજન ઘટાડો થવાના લાભો પણ છે, જો તમે આ સ્થિતિમાં બેસીને જમો છો ત્યારે તમારુ મગજ આપોઆપ શાંત થઈ વધુ સારી રીતે ભોજન જમવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, આ ઉપરાંત આ મુદ્રા તમને સમાન માત્રામાં ખોરાક લઈ તમને સંતોષ પ્રદાન કરે છે જેથી તમે ઑવર ઈટિંગની આદતથી પણ બચી શૅકો છો. તે કેવી રીતે કામ કરે છે ? લોકો વધારે ખાય છે કારણ કે તેમને ખબર જ નથી પડતી કે તેમનુ પેટ ભરાઈ ગયુ છે અને આમ થવા નુ મુખ્ય કારણ ઍ છે કે વેગસ ચેતા (મગજમાં પેટ માંથી સંકેતો પ્રસારણ કરતી મુખ્ય ચેતા) તમે સંતોષી થયા કે નહિ તેના સંકેતો મોકલે છે જ્યારે તમે જમીન પર બેસીની જમો છો ત્યારે આ ચેતા વધુ સારી રીતે કામ કરે છે અને વધુ અસરકારક રીતે સંકેતો વહન કરવા સક્ષમ છે, જ્યારે તમે ડાઇનિંગ ટેબલ પર બેસીની જમો છો ત્યારે આ પ્રક્રિયા ધીમી પડી જાય છે અને તમારા મગજને સંકેતો સમયસર મળતા નથી જેથી ઑવર ઈટિંગની સમસ્યા ઉદભવે છે. ૩. તમને વધુ સરળ બનાવે: જ્યારે તમે નીચે બેસો છો ત્યારે તમારી પીઠના નીચલા ભાગના સ્નાયુઓ, પેડુ અથવા બસ્તિપ્રદેશ, તમારા પેટના ઉપલા તથા નીચલા ભાગની આસપાસ સ્ટ્રેચ થઈ પીડા અને અગવડતા ઘટાડે છે, જે તમારી પાચન શક્તિને આરામ આપી તમને નૉર્મલ રાખવામાં મદદ કરે છે, આ ઉપરાંત તમે જે ખાવ છો ત્યારે આ સ્થિતી તમારા પેટને સંકુચિત નથી કરતી અને વધુ સારુ પાચન કરવા વધુમાં આ સ્નાયુઓ ખેંચવા થી તમે સરળ અને સ્વસ્થ રહો છો. ૪. સજાગ રીતે ખોરાક લેવામાં મદદ કરે છે : જ્યારે તમે ઍક પરિવાર તરીકે જમીન પર બેસીને ઍક સાથે ખાવ છો ત્યારે તમે સજાગ રીતે ખોરાક લેવામાં પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરો છો. તે તમને ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવા મદદ નથી કરતુ પણ તમને સારો ખોરાક ખાવાની પસંદગીમાં પણ મદદ કરે છે, જ્યારે તમારુ મન શાંત હોય અને તમારુ શરીર બધા પોષકતત્વો ગ્રહણ કરવા તૈયાર છે ત્યારે જમીન પર બેસીને પૂરતા પ્રમાણમાં અને જુદા પ્રકારનુ ભોજન જમવુ ઍ ઍક શ્રેષ્ઠ માર્ગ છે, અગ્રણી ન્યૂટ્રીશનિસ્ટ “ઋુજુટા દિવેકર” પ્રમાણે જ્યારે તમે જમો ત્યારે ખોરાકના દરેક પાસા જેવા કે સુગંધ, સ્વાદ, સંગઠન અને તમે કેવી રીતે ખાઇ રહ્યા છો તે ધ્યાનમાં રાખો તો તમે સરળતા થી વજન ઉતરી શૅકો છો જે તમે જમીન પર બેસીને જમો ત્યારે આપોઆપ થઇ જાય છે. ૫. તમારા કુટુંબ સાથે બોન્ડ કરવામાં મદદ કરે: સામાન્યપણે જમીન પર બેસીને જમવાની પ્રથા કુટુંબ પ્રવૃત્તિ છે. આ સમય ઉત્તમ છે તમારા પરિવાર સાથે વાતચીત કરવા નો. જમીન પર બેસીને જમવાથી તમારા પરિવાર સાથે સ્નેહ વધે છે અને તે તમને તમારુ મગજ શાંત અને ખુશ રાખે છે જેથી તમે બીજાની વાતો વધુ ઉત્સુકતાપૂર્વક અને શાંતિપૂર્ણ સાંભળી શકો છો. ૬. તમારી મુદ્રાને સુધારે છે : જ્યારે આપણે તંદુરસ્ત રેહવાની વાત કરી રહ્યા હોય ત્યારે સારી મુદ્રા ઍટલે કે પોસ્ચર ખૂબ જ મહત્વ નુ છે. મુદ્રા ફક્ત તમને સામાન્ય ઈજાથી નથી બચાવતી પણ તમારા ચોક્કસ સ્નાયુઓ અને સાંધા પર વધુ પડતા તાણની શક્યતા ઘટાડે છે. જે ક્યારેક તમને થાક તરફ પણ લઇ જાઇ શકે છે, જ્યારે તમે જમીન પર આ મુદ્રામાં બેસો છો ત્યારે આપમેળે તમારી પીઠ સીધી થઈ તમારા કરોડરજ્જુની લંબાઈ વધારી, તમારા ખભાને પાછળ તરફ લઈ જઈ તમામ સામાન્ય દુખાવાથી બચાવે છે જે ખરાબ મુદ્રામાં બેસવાથી થાય છે. ૭. લાંબુ જીવન પ્રદાન કરે છે : માનવામાં થોડુ મુશ્કેલ લાગે છે ખરુ ને ? પણ આ વાત સાચી છે કે જમીન પર બેસીને જમવાથી તમે લાંબુ જીવન જીવી શૅકો છો. પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી ઓફ જર્નલ, યુરોપિયન જર્નલ પ્રકાશિત અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યુ છે કે જે લોકો પદ્મસનમાં બેસીને કોઈપણ પ્રકારના આધાર વગર ઉભા થાય છે તે લાંબુ જીવન વિતાવે છે આ માટેનુ કારણ ઍ છે કે જે આ મુદ્રામાં આધાર વગર ઉભા થવાથી તમારા નીચલા ભાગની શક્તિ સારા ઍવા પ્રમાણમાં વપરાય છે અને ફ્લેક્સિબિલિટી વધે છે. આ અભ્યાસ પરથી ઍવુ જાણવા મળેલ છે કે જે લોકો આ મુદ્રામાંથી આધાર વગર ઉભા નથી થઈ શકતા તે લોકો આગામી 6 વર્ષમાં મૃત્યુ પામવાનુ જોખમ 6.5 ગણુ વધી જાય છે. ૮. તમારા ઘુંટણ અને હિપના સાંધાને સ્વસ્થ રાખે છે : પી.એસ. વેંકટેશ્વર અનુસાર(બુક – યોગા ફોર હીલિંગના લેખક ) સુખાસન અને પદ્મઆસન ઍ ઍક ઍવા યોગા છે જે તમારા પૂરા શરી ને તંદુરસ્ત … Read more

ન મુખ છુપાકે જીયો – દરેક માતા પિતા અને તેમની દીકરીઓ પણ ખાસ વાંચે આ વાર્તા

શરદ ઓફિસમાં હતો ને એના મોબાઈલ ની રીંગ વાગી. એણે જોયું તો એના ફ્રેન્ડ સુહાસનો ફોન હતો.-બોલ સુહાસ, આજે આ કામના ટાઈમે કેમ યાદ કર્યો?-શરદ, બધા કામ છોડીને તરત આરોગ્યધામ હોસ્પિટલ આવી જા.-શું થયું? કોઈને એક્સીડન્ટ થયો છે?-ઇશા, ઈશાને હોસ્પીટલમાં દાખલ કરી છે.-ઈશાને? એને શું થયું છે? શરદ નો જીવ અધ્ધર થઇ ગયો.-ટેન્શન ન લે, શી ઈઝ ફાઈન. તું આવ એટલે બધી વાત કરું. સુહાસે ફોન કટ કર્યો.શરદ બધા કામો પડતા મુકીને હોસ્પિટલ પહોચ્યો. સુહાસ લોબીમાં એની રાહ જોતો હતો.-સુહાસ, પ્લીઝ કહે તો ખરો કે ઈશાને શું થયું છે?-ઇશા મોબાઈલ પર વાત કરતી હતી, તે વખતે ઘરના દાદર પરથી પડી ગઈ. એ તો સારું થયું કે કામવાળી ચમ્પા હાજર હતી, એ અમને બોલાવવા આવી અને હું અને સુષ્મા એને અહી લઇ આવ્યા એટલે તરત સારવાર મળી ગઈ.-‘થેક્સ દોસ્ત.’ શરદે કહ્યું. સુહાસ શરદને ઈશા જે રૂમમાં હતી ત્યાં લઇ ગયો. શરદે જઈને ઇશાને માથે હાથ મુક્યો અને પછી એની પાસે બેસીને એનો હાથ પસવારવા માંડ્યો. ઈશાએ એની તરફ જોયું અને મ્લાન હાસ્ય કર્યું પછી પીડાથી ઉંહકારો કર્યો અને આંખો બંધ કરી, એની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. શરદે ઈશાના આંસુ લૂછ્યા.-ડોક્ટર સાહેબે મળવા બોલાવ્યા છે, સુષ્માએ ધીરે રહીને શરદને કહ્યું. શરદ ઉઠ્યો એટલે સુહાસ પણ એની સાથે જવા ઉભો થયો. બંને ડોક્ટરની કેબીનમાં ગયા. શરદે ઈશાના પતિ તરીકેની પોતાની ઓળખાણ આપી અને ઇશા વિશે પૂછ્યું એટલે ડોકટરે કહ્યું, -ઈશાને મિસકેરેજ થયું છે, અને પ્રોબ્લેમ એ છે કે એ હવે પછી એ ક્યારેય મા બની શકશે નહિ. આ સાંભળીને શરદને માથે જાણે આભ તૂટી પડ્યું, એ હતાશ થઇ ગયો, એને થયું કે પોતે આ સમાચાર ઈશાને કઈ રીતે આપશે? સાંભળીને ઇશા પર એની શું અસર થશે? ડોકટરે અને સુહાસે એને હિમ્મત આપી. શરદ રૂમમાં આવ્યો એટલે ઈશાએ માંડ ખાળી રાખેલા આંસુ ફરી વહી નીકળ્યા.-શરદ, મારા પપ્પા…. ઇશાએ રડતા રડતા વાત કરી, હિબકાને લીધે એ વધુ બોલી ન શકી.-શું થયું તારા પપ્પાને?-પપ્પા ઈઝ નો મોર નાવ..-ઓહ ગોડ ! શું થયું હતું એમને? શરદે સહાનુભૂતિથી પૂછ્યું.-એમણે આત્મહત્યા કરી.-વ્હોટ? ક્યારે? શાના માટે? શરદ અધીરાઈથી પૂછી બેઠો.-શેરબજારમાં એમને ભારે ખોટ ગઈ હતી, એટલે લેણદારોથી બચવા એમણે ગઈ કાલે જ આત્મહત્યા કરી.-તને કઈ રીતે ખબર પડી?-મારી ખાસ ફ્રેન્ડ હેમા નો ફોન આવ્યો એટલે મને જાણ થઇ. ખરેખર તો હું એ સમાચાર સાંભળીને બેધ્યાન થઇ ગઈ અને દાદર પરથી પડી ગઈ. શરદ, મારા લીધે જ આ બધું બન્યું છે, ભગવાન મને કદી માફ નહિ કરે. ઇશા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.-ઇશા, અફસોસ ન કર. જે કઈ બનવા ધાર્યું હોય એ જ બને છે, આમાં તારો કોઈ વાંક નથી.શરદે ભલે કહ્યું કે ‘આમાં તારો કોઈ વાંક નથી’ પણ ઇશા સારી રીતે જાણતી હતી કે આમાં એનો પોતાનો કેટલો વાંક છે. એને યાદ આવી ગયો પોતે ભાગીને લગ્ન કર્યા હતા એ દિવસ. ઇશાએ પોતે શરદના પ્રેમમાં છે એ વાત મમ્મી પપ્પાથી છુપાવી હતી, કારણકે એ જાણતી હતી કે આ લગ્નને મમ્મી પપ્પા કદી મંજુરી નહિ આપે. અને એનું કારણ પણ સ્પષ્ટ હતું, શરદ પરિણીત હતો, એટલું જ નહિ એ એક બાળકીનો પિતા પણ હતો. એ વાત જુદી હતી કે એને એની પત્ની સાથે ફાવતું નહોતું એટલે બંને જુદા રહેતા હતા, બાળકી એની પત્ની પાસે હતી. છૂટાછેડા ની અરજી કરી હતી પણ છૂટાછેડા હજી મળ્યા નહોતા. પણ એક દિવસ ખબર નહિ ક્યાંકથી મમ્મી પપ્પાને આ વાતની ખબર પડી જ ગઈ. એમણે ઓળખીતા મારફત શરદની જાણકારી મેળવી, પછી તો ઘરમાં મહાભારત સર્જાઈ ગયું. ‘તારી અક્કલ બહેર મારી ગઈ છે કે તેં આને પસંદ કર્યો?’ ‘આના સિવાય તને બીજો કોઈ મળ્યો નહિ?’ ‘તને આવા સાથે પરણાવવા કરતા તો કુવામાં ધકેલી દેવી સારી.’ વગેરે વગેરે… પહેલા ઝઘડા, પછી ધમકી અને પછી સમજાવટ. શરુ શરૂમાં ઈશાએ બહુ દલીલો કરી, પછી એ ચુપ થઇ ગઈ. થોડા જ દિવસોમાં મમ્મી પપ્પાએ એને માટે છોકરો શોધવાનું શરુ કરી દીધું. ત્રણ ચાર છોકરાઓની માહિતી મેળવ્યા પછી એક દિવસ છોકરાની મુલાકાત પણ ગોઠવાઈ ગઈ.અત્યાર સુધી ચુપ રહેલી ઈશાને લાગ્યું કે હવે પાણી માથાથી ઉપર જતા રહ્યા છે, કઈ કરવું જોઈએ. એણે શરદને વાત કરી, શરદે બધી વ્યવસ્થા ગોઠવી દીધી. અને જે દિવસે ઇશાની અક્ષય સાથે મુલાકાત હતી એ જ દિવસે ઇશા પોતાનો પાસપોર્ટ અને ક્રેડીટ કાર્ડ લઈને ભાગી ગઈ. એ દિવસે ઘરમાં શું થયું હશે? મમ્મી પપ્પા વચ્ચે કેવો સંવાદ થયો હશે? જે ચિત્ર ઇશાની કલ્પનામા બરાબર બેસતું હતું એ નીચે મુજબ જ ભજવાયું હતું : -બીરેન, સાંજે ઘરે આવે ત્યારે ‘ગોકુલ ચવાણા એન્ડ સ્વીટ’ માંથી સમોસા- પાતરા અને ગુલાબજાંબુ લાવવાનું ભૂલતો નહિ. અને ૬ વાગ્યા સુધીમાં ઘરે આવી જજે. રીમાએ બીરેનની ઓફિસમાં ફોન કરીને સૂચના આપી.-ઓકે મેડમ, આપકા હુકમ સર આંખો પર. બીરેને એની હંમેશની મજાકિયા શૈલીમાં કહ્યું અને ઉમેર્યું –-રીમા, ઈશાને પણ ટાઈમસર ઘરે આવવાનું કહી દેજે. અને એકવાર સુરેખાબેનને ફોન કરીને જાણી લેજે કે એ લોકો અક્ષયને લઈને કેટલા વાગ્યે આવવાના છે. હું સનતભાઈને આપણું એડ્રેસ SMS કરી દઉં છું.-જો હુકમ મેરે આકા. રીમાએ પણ વળતી રમુજ કરતા કહ્યું.બીરેન અને રીમાની એક ની એક દીકરી ઇશા ને જોવા આજે સુરેખાબેન અને સનતભાઈ પોતાના દીકરા અક્ષય સાથે આવવાના હતા. એન્જીનીયર બનીને ઇશા બે મહિના પહેલા જ એક કંપનીમાં જોબમાં જોડાઈ હતી. જ્યારે અક્ષય ડોક્ટર હતો અને બે વર્ષથી એક હોસ્પીટલમાં પ્રેકટીસ કરતો હતો. છોકરા – છોકરીના બાયો ડેટા એક્સચેન્જ કર્યા હતા અને બંને પાર્ટીને સામી પાર્ટી પસંદ આવી હતી. એકવાર છોકરા છોકરી મળીને એકબીજાને પસંદ કરી લે એટલે વાત આગળ ચાલે એમ વિચારી આજે મુલાકાત ગોઠવી હતી. -બધું સમું સુતરું પાર ઉતારજે મા, વાત પાકી થઇ જાય તો અંબાજી દર્શન કરવા આવીશ. મનમાં ને મનમાં માનતા માનીને રીમાએ દીકરીના ઉજ્જવળ સાંસારિક ભવિષ્ય માટે ઘરના મંદિરમાં દીવો કર્યો.-અમારા આગ્રહથી ઇશા પરાણે છોકરો જોવા તો તૈયાર થઇ છે પણ… રીમાને અમંગળ વિચારો આવી રહ્યા હતા. એણે જાપ કર્યા, માળા કરી, મન થોડું સ્થિર થયું એટલે સુરેખાબેનને ફોન કરીને એમના આવવાનો સમય જાણી લીધો. પછી ઈશાને ફોન કરી સમયસર ઘરે આવી જવાનું કહ્યું.-મમ્મી, હું કામમાં બીઝી છું, હું સમયસર ઘરે આવી જઈશ, પણ હવે ફોન કરી મને ડીસ્ટર્બ કરીશ નહિ. ઈશાએ કહ્યું.-ડીસ્ટર્બ તો તેં અમને કરી નાખ્યા છે, રીમાના હોઠ સુધી શબ્દો આવી ગયા, પણ એણે સંયમ રાખીને ફક્ત ‘ઓકે’ કહ્યું.એણે મહેમાનોની આગતા સ્વાગતાની તૈયારી અને ઘરની વ્યવસ્થા મા મન પરોવ્યું. બરાબર છ ના ટકોરે બીરેન રીમાએ મંગાવેલ ચીજ વસ્તુઓ સાથે ઘરમાં દાખલ થયો.-ઇશા આવી ગઈ છે? એને પેકેટ્સ ડાઈનીગ ટેબલ પર મુકતા પૂછ્યું.-ના, હજી નથી આવી.-ઠીક છે, તું એને ફોન કરીને કન્ફર્મ કર, હું જરા ફ્રેશ થઈને આવું છું.રીમાએ ઈશાને ફોન … Read more